ટ્રેન હાઇજેક હુમલામાં પાકિસ્તાન શું છુપાવે છે? વારંવાર બદલાઈ રહ્યાં છે પાક. આર્મીના નિવેદનો…

Pakistan Train Hijack: બલુચિસ્તાનમાં BLA આતંકવાદીઓ એક ટ્રેન હાઈજેક કરી લીધી હતી. જેમાં પાકિસ્તાન આર્મીની અનેક સૈનિકો માર્યા ગયાં હતાં, પરંતુ પાકિસ્તાન દ્વારા તેના કોઈ નિશ્ચિત આંકડા જાહેર કરવામાં આવ્યાં નહોતા. હવે નવો એક આંકડો સામે આવ્યો છે. પાકિસ્તાની આર્મીને આ બાબતે ફરી નવી વિગતો આપી છે. પાકિસ્તાન વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યું છે. પહેલા પાકિસ્તાને કહ્યું હતું કે, 04 પાકિસ્તાની સૈનિક અને 25 સામાન્ય લોકોના મોત થયાં હતાં પરંતુ હવે પાછું એવું નિવેદન સામે આવ્યું છે કે, બલૂચિસ્તાન ટ્રેન હુમલામાં BLA આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા 26 બંધકોમાંથી 18 લશ્કર અને અર્ધલશ્કરી દળના સૈનિકો હતા.
Also read : 154 બંધકો હજુ પણ BLA ના કબજા હેઠળ! પાકિસ્તાની સેનાના દાવા પર BLA નું ચોંકાવનારુ નિવેદન…
ઘટનાની વાત કરવામાં આવે તો, ISPRના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતી સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ દરમિયાન અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું હતું કે સેનાએ કાર્યવાહી શરૂ કરતા પહેલા આતંકવાદીઓએ 26 બંધકોને મારી નાખ્યા હતા. વધુમાં કહ્યું કે, મૃતકોમાં સૈનિક અને અર્ધલશ્કરી સૈનિકદળના 18 કર્મીઓ, ત્રણ સરકારી અધિકારીઓ અને 5 નાગરિકો સામેલ હતાં.
મંગળવારે બલુચિસ્તાનના બોલાન વિસ્તારમાં 400 થી વધુ મુસાફરોને લઈ જતી જાફર એક્સપ્રેસ પર બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) ના આતંકવાદીઓએ હુમલો કર્યો અને મુસાફરોને બંધક બનાવ્યા હતાં જેમાં 26 બંધકોના મારી નાખવામાં આવ્યાં હતાં. જો કે, આ બંધકોને છોડાવવા માટે પાકિસ્તાની આર્મી દ્વારા એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષાદળોના સૈનિકો બુધવાર સુધી ટ્રેનમાં રહ્યા અને સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કર્યો હતો.
Also read : બલુચિસ્તાન ‘ટ્રેન હાઈજેક પ્રકરણ’માં મૃત્યુ આંક વધ્યો, સરકારે મોકલી 200થી વધુ શબપેટી
આ ઓપરેશન દરમિયાન 30 ઉગ્રવાદીઓને ખતમ પણ કર્યાં હતાં. અત્યાર સુધીમાં 300થી વધારે મુસાફરોને બચાવી લેવામાં આવ્યાં છે એવું પાકિસ્તાન આર્મી દ્વારા કહેવામાં આવ્યું છે. ટ્રેન હાઈજેક મામલે સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કુલ 354 બંધકોને બચાવી લેવામાં આવ્યાં હતા, જેમાં 37 ઘાયલ મુસાફરોનો સામેલ છે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના સુરક્ષા દળો આતંકવાદના ખતરાને દૂર કરવા માટે દરરોજ સરેરાશ 180 ગુપ્તચર કામગીરી કરી રહ્યા છે. પરંતુ પ્રશ્ને એ છે, પાકિસ્તાન વારંવાર પોતાના નિવેદન કેમ બદલી રહ્યું છે? આખરે આ ઘટનામાં શું એવું છે કે, પાકિસ્તાની આર્મીને આંકડા વારંવાર બદલવા પડી રહ્યાં છે?