સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની થશે ઘરવાપસી, સ્પેસએક્સે મિશન કર્યું લોન્ચ…

વોશિંગ્ટનઃ ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ ધરતી પર સુરક્ષિત ફરશે. તેમની સાથે બુચ વિલ્મોર પણ 9 મહિના પછી પરત ફરશે. બંનેને પરત લાવવા માટે અમેરિકાનું અંતરિક્ષ યાન આજે સવારે રવાના થયું હતું. આ પહેલા એક નિવેદનમાં અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે, બંને અંતરિક્ષ યાત્રી 19 માર્ચ પહલા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી રવાના થશે. નાસા સ્પેસએક્સ 10 ને અમેરિકાના સમય પ્રમાણે 14 માર્ચ સાંજે 7.03 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું.
Also read : ISROએ વધુ એક ઝળહળતી સિદ્ધિ મેળવી; SPADEX મિશનનું અનડોકિંગ સફળ, જાણો શું છે મિશન
સપ્તાહની શરૂઆતમાં જ તેને લોન્ચ કરવાનું હતું પરંતુ ટેકનિકલ સમસ્યા અને તે બાદ લોન્ચ એરિયામાં ભારે પવનના કારણે મિશન લોન્ચ કરવામાં વિલંબ થયો હતો. ક્રૂ ડ્રેગન કેપ્સૂલને લઈ જનારા સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટે શનિવાર 15 માર્ચે ઉડાન ભરી હતી. આ મિશન નાસાના કમર્શિયલ ક્રૂ પ્રોગ્રામનો હિસ્સો છે અને ચાર અંતરિક્ષ મુસાફરોને લઈ જશે. તેમાં નાસાની એની મેક્ક્લેન અને નિકોલ એયર્સ, તાકુયા ઓનિસી અને ફિરિલ પેસકોવનો સમાવેશ થાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યા બાદ ઇલોન મસ્કે બંને એસ્ટ્રોનોટ્સને ધરતી પર લાવવાની જવાબદારી સોંપી હતી. તેમણે મસ્કને બંને એસ્ટ્રોનોટ્સને શક્ય તેટલા વહેલા પૃથ્વી પર લાવવામાં પરત લાવવા કહ્યું હતું.
સુનીતા વિલિયમ્સ ગત વર્ષે 5 જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગઈ હતી. એક સપ્તાહ બાદ પરત ફરવાની હતી પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં ગરબડના કારણે તે ત્યાં ફસાઇ ગઇ હતી. તે નાસા અને બોઇંગના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ મિશન માટે સ્પેસમાં ગયા હતા.