ઉત્તર પ્રદેશમાં ટ્રેનનાં એન્જિન સાથે યુવાનનું કપાયેલાં માથાંએ કરી 192 કીમીની મુસાફરી!

નવી દિલ્હીઃ આપણે મોટાભાગે એવું સાંભળ્યું હોય છે કે શરીર મરી જાય છે અને આત્મા અમર રહે છે. પણ શું તમે એવું સાંભળ્યું છે કે માથું કપાઈ જાય અને ધડ 200 કિલોમીટર જેટલી મુસાફરી કરે. પણ હા આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી છે. જેના વિશે વાંચીને તમે પણ ચોકી ઉઠશો.
Also read : ‘આખી દુનિયા જાણે છે કે….’, ટ્રેન હાઇજેક મામલે પાકિસ્તાનના આરોપોનો ભારતે આપ્યો વળતો જવાબ
એન્જિન પર લટકતું હતું માણસનું માથું
ઉત્તર પ્રદેશના વ્યસ્ત રહેતા રેલવે સ્ટેશન પર જ્યારે એક ટ્રેન ત્યાં પહોંચી, ત્યારે એક માણસનું માથું તેના એન્જિન પર લટકતું જોવા મળ્યું અને આ જોઈને થોડી જ વારમાં સેંકડો લોકો ભેગા થઈ ગયા. બધાને આશ્ચર્ય થયું કે આ ટ્રેનના એન્જિનમાં આ માથું કેવી રીતે આવ્યું, કારણ કે નજીકમાં આવી કોઈ દુર્ઘટના બની નહોતી.
માથું 192 કિલોમીટર દૂર પહોંચ્યું
આ દરમિયાન જ ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં, રેલ્વે ટ્રેક પાસે એક માથા વગરના માણસનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની તપાસમાં પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ ગઈ હતી. ત્યારબાદ રેલ્વે પોલીસેનાં નેટવર્ક દ્વારા જાણવા મળ્યું કે આ અકસ્માત કૌશાંબી જિલ્લાના શુજાતપુર રેલ્વે સ્ટેશન નજીક થયો હતો અને માથું તે જ ટ્રેનના એન્જિનમાં ફસાઈને લગભગ 192 કિલોમીટર સુધી દૂર જતું રહ્યું હતું.
Also read : સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ…
મૃતક મધ્ય પ્રદેશનો રહેવાસી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવાન મોહિત ખરે મધ્ય પ્રદેશના રેવા જિલ્લાનો રહેવાસી હતો. તે કાનપુરમાં ખાનગી નોકરી કરતો હતો અને હોળી નિમિત્તે ઘરે જવા માટે અજમેર સીલદાહ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો. રાત્રે લગભગ 1:30 વાગ્યે શુજાતપુર રેલ્વે સ્ટેશન નજીક યુવક ટ્રેનમાંથી ઉતર્યો અને આ દરમિયાન બીજી ટ્રેન તેને ટક્કર મારી દીધી હતી જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.