ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

કેનેડાની સત્તાની ધુરા માર્ક કાર્નીનાં હાથમાં; વડા પ્રધાન તરીકે લીધા શપથ…

ઓટાવા: માર્ક કાર્નીએ (Mark Carney) કેનેડાના નવા વડા પ્રધાન (Canada’s new prime minister) તરીકે શપથ લીધા છે અને દેશની સત્તાની ધુરા સંભાળી લીધી છે. બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર કાર્નીના નેતૃત્વમાં અને ખાસ કરીને અમેરિકા સાથેના બગડી રહેલા સંબંધોની વચ્ચે, આને એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવે છે.

Also read : Russia Ukraine War: શાંતિ તરફ વધુ એક પગલું; યુદ્ધવિરામ પ્રસ્તાવ લઇને યુએસ અધિકારીઓ રશિયા રવાના…

બેંક ઓફ કેનેડાના ગવર્નર પણ રહી ચૂક્યા છે

Aljazeera

માર્ક કાર્નીનું નામ બેંકિંગ અને નાણાકીય જગતમાં એક વિશ્વસનીય નેતા તરીકે જાણીતું છે. તેમણે 2008થી બેંક ઓફ કેનેડાના ગવર્નર તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે. તે સમયે તેમણે વૈશ્વિક આર્થિક કટોકટી દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખી હતી. 2013 માં, તેઓ બેંક ઓફ ઈંગ્લેન્ડના પ્રથમ બિન-બ્રિટિશ ગવર્નર બન્યા હતા અને બ્રેક્ઝિટની આર્થિક અસરોને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

અમેરિકા-કેનેડા સંબંધો બનશે મોટો પડકાર
59 વર્ષીય કાર્નીએ અંગ્રેજી અને ફ્રેન્ચ બંને ભાષામાં શપથ લીધા હતા. તેમના શપથ ગ્રહણ સમારોહમાં ગવર્નર જનરલ મેરી સાયમન પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્નીને કોઈ રાજકીય અનુભવ નથી, પરંતુ અર્થશાસ્ત્ર અને નાણાકીય બાબતોની તેમની મજબૂત સમજને કારણે તેઓ આ પદ માટે યોગ્ય માનવામાં આવે છે. જો કે તેમની સામે સૌથી મોટો પડકાર અમેરિકા-કેનેડા સંબંધોમાં સુધારો કરવાનો રહેશે, જે હાલ ખૂબ વણસ્યા છે.

Also read : ISROએ વધુ એક ઝળહળતી સિદ્ધિ મેળવી; SPADEX મિશનનું અનડોકિંગ સફળ, જાણો શું છે મિશન

જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે
છેલ્લા કેટલાક સમયથી વિવાદોથી ઘેરાયેલા રહેલા કેનેડાના વાળા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાન્યુઆરી મહિનામાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, હાલ તેઓ કાર્યકારી વડાપ્રધાન છે. પરંતુ હવે કેનેડાને નવા વડાપ્રધાન મળી ગયા છે, લિબરલ પાર્ટીએ સર્વાનુમતે પક્ષના નેતા તરીકે માર્ક કોર્ની પસંદગી કરી હતી. કોર્ની હવે જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button