સ્પોર્ટસ

ડબ્લ્યૂપીએલની ફાઇનલઃ દિલ્હી 2023 નો બદલો લેશે કે મુંબઈ બીજું ટાઇટલ જીતશે?

મુંબઈઃ બ્રેબર્ન સ્ટેડિયમમાં આવતી કાલે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે જાણીતી મહિલાઓની આઇપીએલની ત્રીજી સીઝનની ફાઇનલ (રાત્રે 8.00 વાગ્યાથી) રમાશે જેમાં દિલ્હી કૅપિટલ્સ (ડીસી)ને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) સામે 2023ની ફાઇનલની હારનો બદલો લેવાનો મોકો છે. જોકે હરમનપ્રીત કૌરના સુકાનમાં એમઆઇને બીજું ટાઇટલ જીતવાની સુવર્ણ તક છે.

Also read : IPL 2025ની 10 ટીમમાંથી 9ના કેપ્ટન ભારતીય; જુઓ તમામ ટીમોના કેપ્ટનનું લીસ્ટ

2023માં મુંબઈ, 2024માં બેન્ગલૂરુની ટીમ વિજેતા બની હતી.
2023માં ડબ્લ્યૂપીએલની પ્રથમ સીઝન રમાઈ હતી જેની ફાઇનલમાં એમઆઇએ ડીસીને રોમાંચક મુકાબલામાં ત્રણ બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી હરાવ્યું હતું. ત્યારે એમઆઇની બ્રિટિશ ઑલરાઉન્ડર નૅટ સિવર-બ્રન્ટ અણનમ 60 રન બદલ પ્લેયર ઑફ ધ ફાઇનલ બની હતી. આ વખતે પણ નૅટ જબરદસ્ત ફૉર્મમાં છે એટલે ડીસીએ તેનાથી ખાસ ચેતવું પડશે.

Also read : ભારતીય ક્રિકેટરોનું ટીમ બસમાં યાદગાર ‘રંગ બરસે…’

નૅટ ડબ્લ્યૂપીએલમાં 1,000 રન બનાવનાર પ્રથમ પ્લેયર બની શકે અને એ માટે તેને ફક્ત ત્રણ રનની જરૂર છે.
જોકે મેગ લેનિંગના સુકાનમાં ડીસીએ એમઆઇની હૅલી મૅથ્યૂઝથી પણ સાવધ રહેવું પડશે. ઉલ્લેનીય છે કે મેગ લેનિંગ તેની કરીઅરમાં તમામ ઇન્ટરનૅશનલ ટાઇટલ જીતી હતી. તે આ વખતે ડબ્લ્યૂપીએલની વિજેતા સુકાની બનશે તો નવાઈ નહીં લાગે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button