અમદાવાદ

કોંગ્રેસની દશા-દિશા બદલાશે? હવે ગુજરાત કોંગ્રેસમાં નુકસાન કરતા નેતાઓને શોધાશે…

અમદાવાદઃ તાજેતરમાં ગુજરાત આવેલા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સાથે ભળેલા અને પક્ષને નુકસાન કરનારા લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની વાત કરી હતી. રાહુલ ગાંધીની આ ટકોર બાદ ગુજરાત કોંગ્રેસના નવસર્જનના પ્રયાસો શરૂ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ગુરૂવારે અમદાવાદ આવેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે સંકેતો આપતાં કહ્યું હતું કે, રાહુલ ગાંધીના દિશાનિર્દેશ અનુસાર જે નેતાઓ કોંગ્રેસમાં રહીને જ પક્ષને નુકસાન કરી રહ્યા છે તેઓને શોધવામાં આવી રહ્યા છે.

Also read : અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીએ ખખડાવ્યા, કહી આ વાત…

સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા
કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંગઠનને કેવી રીતે મજબૂત કરવું તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે અને તે વિષય પર જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ અમદાવાદમાં જે બાબતોનું ધ્યાન દોર્યું છે તે અંગે કામગીરી કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને કેવી રીતે ચાલવું તે દ્રશ્ય અને રસ્તો સ્પષ્ટ છે. જ્યાં જ્યાં જે જે કરવું પડશે તે કરવા માટે હવે કોંગ્રેસ પાર્ટી સજ્જ છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં રહીને પક્ષને નુકસાન કરી રહ્યા છે તેમને શોધવામાં પણ આવી રહ્યા છે.

Also read : Rahul Gandhi Gujarat Visit: કાર્યકરોએ રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદો કરી, શક્તિસિંહ ગોહિલની નિખાલસ કબૂલાત

એપ્રિલમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી આઠ અને નવમી એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. આ અધિવેશન અંગે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરશે. તે ઉપરાંત નવા સંગઠનની પ્રક્રિયા મુદ્દે પણ નેતાઓ સાથે ચર્ચાઓ કરશે. રાહુલ ગાંધીની ટકોર બાદ કોંગ્રેસે રાજ્યમાં પક્ષને નુકસાન કરનારા નેતાઓને શોધવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button