સ્પોર્ટસ

ચેસના વર્લ્ડ ચૅમ્પિયન પ્રણવે ધોનીનું કર્યું અનુકરણ, માથે મુંડન કરાવ્યું…

ચેન્નઈઃ તાજેતરમાં ચેસના વર્લ્ડ ચૅમ્પિયન બનનાર ચેન્નઈના ડી. ગુકેશે આંધ્ર પ્રદેશમાં તિરુમાલા મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાનના આશીર્વાદ મેળવવા માથે મુંડન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2011માં વાનખેડે સ્ટેડિયમમાં ભારતે શ્રીલંકાને હરાવીને વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી ત્યાર બાદ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ માથે મુંડન કરાવીને સૌને ચોંકાવી દીધા હતા.

Also read : ભારતીય ક્રિકેટરોનું ટીમ બસમાં યાદગાર ‘રંગ બરસે…’

હિન્દુ ધર્મમાં સાંસ્કૃતિક અને ધાર્મિક દૃષ્ટિએ માથે મુંડન કરાવવું પવિત્ર કાર્ય ગણાય છે. ઘણા એવું માને છે કે માથા પરના કેશ ઈશ્વરને સોંપી દેવા એનો અર્થ એ છે કે એ વ્યક્તિએ પોતાના અહંકાર સહિતની બધી નકારાત્મકતાઓ ત્યજી દીધી છે.
18 વર્ષના ગુકેશે ડિસેમ્બરમાં ચીનના ડિન્ગ લિરેનને હરાવીને સૌથી નાની વયે ચેસનો વિશ્વ વિજેતા બનવાની અનેરી સિદ્ધિ મેળવી હતી.

ગુકેશ તિરુમાલાના મંદિરે તેના મમ્મી પદમાકુમારી અને પપ્પા રજનીકાંત સાથે આવ્યો હતો. ચેસબેઝ ઇન્ડિયાએ એક્સ’ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કેગુકેશ દોમ્મારાજુ તેના પરિવાર સાથે તિરુમાલા ટેમ્પલ ખાતે આવ્યો હતો.’

ndtvsports

ગુકેશને ચેસબેઝે એવું કહેતા ટાંક્યો હતો કે મારે હજી ઘણી મહેનત કરવાની બાકી છે. 2025માં ઘણી મોટી સ્પર્ધાઓ આવી રહી છે એટલે હમણાં મારું ધ્યાન એના પર છે. હું મારા તમામ ફૉર્મેટમાં સુધારો લાવવા માગું છું. મને ખાતરી છે કે ઈશ્વરની કૃપાથી હું હજી ઘણી સફળતાઓ મેળવીશ.’ ઇન્ટરનેટ પર ગુકેશની તેના ચાહકો દ્વારા ખૂબ પ્રશંસા થઈ રહી છે.

Also read : ભારતના મહાન ફીલ્ડર અને ઑલરાઉન્ડર સૈયદ આબિદ અલીનું નિધન

ઇન્સ્ટાગ્રામનો એક યુઝર લખે છે,આધ્યાત્મિકતા દિલોદિમાગમાં શુધ્ધતા લાવે છે. વ્યક્તિ પોતાના અભિગમમાં જેટલી સ્પષ્ટ હોય એટલું તેનું ફૉકસ સારું રહે છે અને એકાગ્રતા તેને સફળતા અપાવે છે.’ બીજા એક સોશિયલ મીડિયાના યુઝરે લખ્યું છે, `જીત કામચલાઉ હોય, પરંતુ તમે જે આત્મશક્તિ કેળવો એ કાયમી હોય છે.’

ગુકેશને 2025ના વર્ષની શરૂઆતમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button