નેશનલ

બંગાળમાં 2000 રામનવમી રેલીઓ, કોઇ તંત્રની પરવાનગી ન માંગે: સુવેન્દુ અધિકારી…

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ મમતા સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમણે કહ્યું કે રામ નવમીના અવસર પર એક કરોડ હિન્દુઓ લગભગ બે હજાર રેલીઓનું આયોજન કરશે. જોકે, તેમણે આ 2000 રેલીઓનું આયોજન કરનારા લોકોને વહીવટીતંત્રની પરવાનગી નહિ લેવાનું પણ આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રેલીઓ દરમિયાન અમે તો શાંતિપૂર્ણ રહેશું પણ અન્ય લોકો પણ શાંતિપૂર્ણ રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી વહીવટીતંત્રની છે.

Also read : West Bengal માં ભાજપને મોટો આંચકો, મહિલા ધારાસભ્ય તાપસી મંડલ ટીએમસીમા જોડાયા…

એક કરોડથી વધુ હિન્દુઓ જોડાશે
પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ શુક્રવારે કહ્યું હતું કે 6 એપ્રિલે રામ નવમી પર પશ્ચિમ બંગાળમાં લગભગ 2,000 જેટલી રેલીઓ કાઢવામાં આવશે, જેમાં એક કરોડથી વધુ હિન્દુઓ જોડાશે. પૂર્વ મેદિનીપુર જિલ્લાના તેમના મતવિસ્તાર નંદીગ્રામમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ આવાત કરી હતી. જો કે તેમણે આયોજકોને રેલીઓ કાઢવા માટે વહીવટીતંત્ર પાસેથી કોઇ મંજૂરી ન લેવા પણ હાકલ કરી હતી. તેનું કારણ ધરતા તેમણે કહ્યું હતું કે ભગવાન રામની પ્રાર્થના કરવા માટે અમને પરવાનગીની જરૂર નથી.

અન્ય લોકો પણ શાંતિપૂર્ણ રહે
તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું કે “ગયા વર્ષે, લગભગ 50 હજાર હિન્દુઓએ લગભગ 1000 રામ નવમી રેલીઓમાં ભાગ લીધો હતો. આ વર્ષે, 6 એપ્રિલે રાજ્યભરમાં ઓછામાં ઓછા 1 કરોડ હિન્દુઓ 2000 રેલીઓ કાઢવા માટે રસ્તાઓ પર ઉતરશે,”. તેમણે આ વાત દરમિયાન કોઈપણ સમુદાયનું નામ લીધા વિના કહ્યું, “રેલી કાઢવા માટે વહીવટીતંત્ર પાસેથી કોઈ પરવાનગી ન લો. ભગવાન રામની પ્રાર્થના કરવા માટે આપણે પરવાનગીની જરૂર નથી. અમે શાંતિપૂર્ણ રહીશું. પરંતુ અન્ય લોકો પણ શાંતિપૂર્ણ રહે તે સુનિશ્ચિત કરવાનું કામ વહીવટીતંત્રનું છે.”

Also read : West Bengal માં ભાજપ ઓફિસમાંથી નેતાનો મૃતદેહ મળ્યો, ટીએમસી પર લાગ્યો હત્યાનો આરોપ

રામ મંદિર બનાવવાની જાહેરાત
આ સભા દરમિયાન વાત કરતાં અધિકારીએ જાહેરાત કરી હતી કે આ વર્ષના અંત સુધીમાં તેમના મતવિસ્તાર સોનાચુરામાં રામ મંદિર બનાવવામાં આવશે. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષી સીપીઆઈ(એમ) એ અધિકારી પર પ્રહારો કર્યા હતા અને તેમના પર “વિભાજન અને ધર્મ” ના રાજકારણમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button