મનોરંજન

ધૂળેટીના દિવસે બોલીવૂડ શોકમાંઃ દેબ મુખર્જીનું અવસાન, અંતિમયાત્રામાં રણબીર સહિત ઘણા આવ્યા

મુંબઈઃ આજે ધૂળેટીના દિવસે જ બોલીવૂડમાં શોકના સમાચાર આવ્યા છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દેબ મુખર્જીનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેમને અંતિમ વિદાય આપવા માટે બોલીવૂડના ઘણા સિતારાઓ આવ્યા હતા.

રણબીર કપૂર, આલિયા, રીતિક રોશન, સલીમ ખાન સહિતના નેતાઓએ પરિવારને સાંત્વના આપી હતી. જાણીતા નિર્દેશક અયાન મુખર્જીના પિતાના નિધન બાદ પરિવાર અને બોલીવૂડમાં શોકનો માહોલ છે. રણબીરે ખાસ મિત્ર આયાનના પિતાની અર્થીને ખભ્ભો પણ આપ્યો હતો.

આપણ વાંચો: ફિલ્મ નિર્માતા -દિગ્દર્શક રાજકુમાર કોહલીનું નિધન

સમાચાર મળતા જ રણબીર-આલિયા મિત્રના ઘરે પહોંચી ગયા હતા. મળતી માહિતી અનુસાર રણબીર આલિયા હોળીની ઉજવણી માટે અલિબાગ ગયા હતા, પરંતુ સમાચાર મળતા જ મુંબઈ પરત ફર્યા હતા.

દેબ મુર્ખજી બોલીવૂડ અભિનેત્રી કાજોલ અને તનિષાના કાકા પણ થાય છે. આથી કાજોલનો પરિવાર પણ ત્યાં હાજર હતો. આ સાથે નિર્દેશક-નિર્માતા અને અભિનેતા આશુતોષ ગોવારિકરના તેઓ સસરા હતા. તેમણે તું હી મેરી ઝિંદગી, અભિનય જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

83 વર્ષના દેબ ઉંમર સંબંધિત બીમારીથી પીડાતા હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર જૂહુ ખાતે કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button