આપણું ગુજરાત

વાવાઝોડાંની શકયતા વચ્ચે માછીમારોને ચેતાવણી

ગુજરાતના અમુક ભાગો પર ફરી વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે 24 કલાકમાં અરબ સમુદ્રમાં સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે, તેમ જણાવ્યું છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. માછીમારોને લો પ્રેશર એરિયામાં બોટ અને મરીન ન લઈ જવા સૂચના છે. 21 તારીખે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે તેમ માનવામાં આવે છે.

ડીપ ડિપ્રેશન બનશે તો સિસ્ટમ વાવાઝોડામાં પરિણમશે. લો પ્રેશર સિસ્ટમ પર હવામાન વિભાગનું સતત મોનિટરિંગ છે. તેમજ રાજ્યમાં બેવડી ૠતુની અસર રહેશે. રાજ્યમાં ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી રહેવાનું અનુમાન છે. ગઇકાલે અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


હવામાન વિભાગે જણાવ્યું છે કે અરેબિયન સીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. વાવાઝોડાને લઈ IMDના વૈજ્ઞાનિક આનંદો દાસે જણાવ્યું કે, અત્યારે આ વાત નિશ્ચિતપણે કહી શકીએ તેમ નથી. આ સ્થિતિ દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ બનતી હોય છે.

રાષ્ટ્રીય હવામાન વિભાગે જણાવ્યું કે, હાલમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર યથાવત છે. જેમાં હવાની ગતિ 30 થી 35 કિમી પ્રતિ કલાકની છે. જે આગામી 24 કલાકમાં આ દબાણ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ પવનની ઝડપ 45 થી 50 કિમી પ્રતિ કલાક રહેશે. જેને જોતાં હવામાન વિભાગ સંપૂર્ણ રીતે નજર રાખી રહ્યું છે.


વાવાઝોડાની સ્થિતિ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જોકે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે વાવાઝોડું ફરી ન ત્રાટકે. હાલમાં તેના રૂટ વિશે સ્પષ્ટ માહિતી નથી, પરંતુ વેરાવળ-સૌરાષ્ટ્રને અસર થાય તેમ અગાઉના અહેવાલોમાં જણાવાયું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button