ડોમ્બિવલીમાં ફુગ્ગો ફેંકનાર સગીર પર કરાયો હુમલો

મુંબઈ: ડોમ્બિવલીમાં હોળીની ઉજવણી વખતે ફુગ્ગો ફેંકનારા 17 વર્ષના સગીર પર યુવકે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. હુમલામાં ઘવાયેલા સગીરની ફરિયાદને આધારે માનપાડા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ડોમ્બિવલી પૂર્વના સાગાવ ખાતેના હાઉસિંગ કોમ્પ્લેક્સના પરિસરમાં ગુરુવારે હોળી નિમિત્તે હર્ષ કાંબળે નામનો સગીર તેના મિત્રો પર ફુગ્ગા ફેંકી રહ્યો હતો. આ જ કોમ્પ્લેક્સમાં રહેતો પ્રણય જાધવ એ સમયે દૂર ઊભો હતો.
દરમિયાન હર્ષ કાંબળેએ ફેંકેલો ફુગ્ગો પ્રણય પર પડ્યો હતો, જેને કારણે તે રોષે ભરાયો હતો અને તેણે હર્ષને ગાળો ભાંડીને મારપીટ શરૂ કરી હતી.
આપણ વાંચો: Holi 2025: ગુજરાતમાં દ્વારકા,ડાકોર સહિત કૃષ્ણ મંદિરોમાં હોળીની ઉજવણી, ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યું…
પ્રણય બાદમાં હર્ષને જબરજસ્તી શાળા નજીક લઇ ગયો હતો, જ્યાં તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા હર્ષને સારવારાર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હર્ષે માનપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસ પ્રણય વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.