નાના પટોલેએ એકનાથ શિંદે અને અજિત પવારને મુખ્ય પ્રધાનપદની ઓફર કરી, બાવનકુળેનો કટાક્ષ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધુળેટીના શુભ અવસર પર કોંગ્રેસના નેતા અને વિધાનસભ્ય નાના પટોલેએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મુખ્ય પ્રધાનપદની ખુલ્લી ઓફર આપી દીધી હતી. ‘અમે તેમને ટેકો આપીશું. જો સમય આવશે, તો બંને વચ્ચે હાલમાં ચાલી રહેલી મુખ્ય પ્રધાનપદની સ્પર્ધામાં, અમે બંનેને થોડા-થોડા દિવસો માટે મુખ્ય પ્રધાન બનાવીશું. તેઓ ભાજપના સમર્થનથી મુખ્ય પ્રધાન બની શકશે નહીં.
Also read : મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ પર હંગામીધોરણે પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ
તેથી, અમે તેમને કેવા પ્રકારના મુખ્ય પ્રધાન બનાવવા માગીએ છીએ તે નક્કી કરવા માટે વારા પાડીશું, એમ કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું. હવે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ આ અંગે પટોલે પર કટાક્ષ કર્યો હતો.
Also read : મહાયુતિમાં ભાજપ જ મોટો ભાઈ, બજેટની ભંડોળ ફાળવણીમાં જાણો કયો પક્ષ નબર વન, ટુ અને થ્રી?
શું નાના પટોલેએ તમને એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મુખ્ય પ્રધાન બનાવવાની ઓફર કરી છે? એમ જ્યારે બાવનકુળેને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘નાના પટોલે હોળી પર સારી મજાક કરે છે. વિપક્ષી પક્ષ પાસે જનાદેશ છે. પાંચ વર્ષ સુધી વિપક્ષ તરીકે નિષ્ઠાથી કામ કરો. લોકોનો વિશ્વાસ પાછો મેળવો અને લોકોમાં સારું પ્રદર્શન કરો. આ જ તેમના માટે યોગ્ય છે.’ એમ બાવનકુળેએ પત્રકારોને જણાવ્યું હતું.