આમચી મુંબઈ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મળ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને…

ગઢચિરોલી માઇનિંગ હબ, નાગપુર એરપોર્ટ, સ્થાનિક સંસ્થાઓ માટે નાણા પંચના ભંડોળ વગેરે પર સકારાત્મક ચર્ચાઓ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાજ્ય સરકારે ગઢચિરોલીમાં સ્ટીલ ક્ષેત્રમાં એક મોટી પહેલ કરી છે અને ગઢચિરોલી હવે દેશના સ્ટીલ હબ તરીકે વિકાસ કરી રહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કેન્દ્રે ગઢચિરોલીને ખાણકામ કેન્દ્ર તરીકે વિકસાવવામાં સહયોગ આપવો જોઈએ.

Also read : રેડી રેકનર્સના દર નક્કી કરતી વખતે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ, 10 થી 15 ટકા વધારાની વાતો

નાગપુર એરપોર્ટ પરના કામને પણ વેગ આપવામાં આવ્યો છે, ફડણવીસે કેન્દ્ર સરકારને લગતા કેટલાક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આના કારણે એરપોર્ટના કામમાં આવતા અવરોધો ટૂંક સમયમાં દૂર થશે. ચર્ચા થયેલા વિષયોમાંનો એક મુદ્દો સ્થાનિક સંસ્થાઓને 15મા નાણાપંચમાંથી શક્ય તેટલી વહેલી તકે ભંડોળ મેળવી આપવાનો હતો. આ બધા મુદ્દાઓ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનું મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Also read : લાડકી બહિણ યોજનાઃ મહાયુતી સરકારની સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ, હવે તો…

આ બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રને વર્લ્ડ ઓડિયો, વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટનું આયોજન કરવાની તક આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ સમિટ પહેલીથી ચોથી મે દરમિયાન મુંબઈમાં યોજાશે. આ પ્રસંગે, આઈઆઈટીના ધોરણે મુંબઈમાં આઈઆઈસીટી(ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી)ની સ્થાપના પણ કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર આ માટે ભંડોળ પણ પૂરું પાડશે, જેના માટે મુખ્ય પ્રધાને નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button