
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં ગ્રીન કાર્ડનું સપનું જોઈ રહેલા ભારતીયો માટે માઠા સમાચાર છે. અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે કહ્યું, કોઈ વ્યક્તિને ગ્રીન કાર્ડ ધારક હોવા પર સંયુક્ત રાજ્ય અમેરિકામાં અનિશ્ચિતકાળ માટે રહેવાનો અધિકાર મળી જતો નથી. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે આ જરૂરી છે.
Also read : ભારત અમેરિકન દારૂ પર આટલો બધો ટેરિફ લાદે છે! જાણો વ્હાઈટ હાઉસ અધિકારીએ શું કહ્યું…
તેમણે આગળ કહ્યું, અમેરિકાના કાયદામાં કેટલીક પરિસ્થિતિનો ઉલ્લેખ છે, જે અંતર્ગત ગ્રીન કાર્ડને રદ્દ પણ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોય, દેશમાં લાંબા સમય સુધી હાજર ન રહ્યો હોય અને ઈમિગ્રેશનના નિયમોનું યોગ્ય પાલન કરતા ન હોય તો ગ્રીન કાર્ડ રદ્દ કરવાનો પણ વિકલ્પ છે.

થોડા સપ્તાહ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ યોજના લોન્ચ કરી હતી.ટ્રમ્પની યોજના મુજબ જે લોકો અમેરિકાની નાગરિકતા મેળવવા ઈચ્છતા હોય તેમણે 5 મિલિયન ડૉલર ખર્ચ કરવા પડશે.આ ગોલ્ડ કાર્ડ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હશે. ગોલ્ડ કાર્ડ મેળવ્યા બાદ વ્યકિતને ગ્રીન કાર્ડથી વિશેષ અધિકાર આપવામાં આવશે. તેનાથી અમેરિકામાં રોકાણ કરવામાં અને નાગરિકતા મેળવવાનો મોકો પણ મળશે. ભવિષ્યમાં એક મિલિયન એટલે કે 10 લાખ કાર્ડ વેચવામાં આવશે.
આ યોજનાનો ટાર્ગેટ વિશ્વભરમાંથી ધનવાન લોકોને અમેરિકા તરફ ખેંચવાનો છે. જે દેશમાં નોકરીઓની તકો પણ વધારશે. ટ્રમ્પે કહ્યું, અમે એક ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ. આ કાર્ડની કિંમત લગભગ 5 મિલિયન ડૉલર હશે. ઑવલ ઓફિસમાં વાણિજ્ય સચિવ હાર્વર્ડ લુટનિક સાથે કાર્યકારી આદેશ પર સહી કરતાં ટ્રમ્પે કહ્યું, અમે એક ગોલ્ડ કાર્ડ વેચવા જ રહ્યા છીએ. તમારી પાસે ગ્રીન કાર્ડ છે, પરંતુ આ ગોલ્ડ કાર્ડ છે. તેની કિંમત 5 મિલિયન ડૉલર હશે અને તેનાથી તમને ગ્રીન કાર્ડ જેવા વિશેષ અધિકાર મળશે.
Also read : અમેરિકામાં ‘પાકિસ્તાની’ એમ્બેસેડરને કર્યાં ડીપોર્ટ, એરપોર્ટ પરથી પાછા મોકલ્યા, કારણ જાણો?
ટ્રમ્પની આ જાહેરાથી વિપરીત નિવેદન આપીને જેડી વેંસે ચોંકાવી દીધા છે.