
નવી દિલ્હીઃ જો તમારે 24 અને 25 માર્ચના રોજ બેંકનું કામ હોય તો વહેલા પતાવી દેજો. કારણકે આ બે દિવસની યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (યુએફબીયુ) દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. યુએફબીયુએ કહ્યું કે, કર્મચારી સંગઠનની પ્રમુખ માંગો પર ભારતીય બેંક સંઘ (આઈબીએ) સાથે વાતચીતમાં કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી.
Also read : દિલ્હીનાં રેસ્ટોરન્ટમાં આગથી મચી દોડધામ; છ લોકો ગંભીર રીતે ઘાયલ
આઈબીએ સાથેની બેઠકમાં યુએફબીયુના સભ્યોએ તમામ કેડરમાં ભરતી અને પાંચ દિવસીય કાર્ય સપ્તાહ સહિત અનેક મુદ્દા ઉઠાવ્યા હતા. નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઇઝ ના જનરલ સેક્રેટરી એલ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે મીટિંગ થઈ હોવા છતાં અનેક મુદ્દાનો કોઈ નિકાલ આવ્યો નથી. નવ બેંક કર્મચારી યુનિયનોની સંસ્થા યુએફબીયુ દ્વારા વિવિઝ માંગણી સાથે હડતાળની જાહેરાત કરવામાં આવી હતી.
કઈ માંગણીઓ કરવામાં આવી હતી
જાહેર ક્ષેત્રની બેંકોમાં કામદારો અને અધિકારી નિર્દેશકોની જગ્યાઓ ભરવામાં આવે તેવી મુખ્ય માંગ હતી. યુએફબીયુ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના માઇક્રો મેનેજમેન્ટનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માંગણીઓમાં આઈબીએ સાથેના બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને ગ્રેચ્યુઈટી એક્ટમાં સુધારો કરીને મર્યાદા વધારીને રૂ.25 લાખ કરવી, તેને સરકારી કર્મચારીઓ માટેની યોજના સાથે જોડવી અને આવકવેરામાંથી મુક્તિ મેળવવાનો સમાવેશ થાય છે.
Also read : Tamil Nadu ની સ્ટાલિન સરકારે હિન્દી વિરુદ્ધની લડતમાં બદલ્યો રૂપિયાનો સિમ્બોલ…
યુએફબીયુમાં કઈ સંસ્થાઓ છે
યુએફબીયુમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) સહિત મુખ્ય બેંક યુનિયનોનો સમાવેશ થાય છે.