મનોરંજન

Happy Birthday: 60 વર્ષનો થયો મિ. પરફેક્શનિસ્ટ, આગામી ફિલ્મ માટે કરી આ જાહેરાત…

Entertainment: આમિર ખાનની ફિલ્મ જ્યારે પણ સિનેમાઘરોમાં આવે છે ત્યારે ધૂમ મચાવે છે, છેલ્લી ફિલ્મ Laal Singh Chaddha ને બાદ કરતા. કારણ કે, 180 કરોડમાં બનેલી આ ફિલ્મ માત્ર 133 કરોડની જ કમાણી કરી હતી. પરંતુ અત્યારે તેની આવનારી નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ની ચર્ચાઓ થઈ રહી છે. આમિર ખાન છેલ્લા થોડાક સમયથી વધારે લાઈમલાઈટમાં આવી રહ્યો છે. પોતાના 60માં જન્મ દિવસ પર તેણે એવી હિંટ પણ આપી હતી કે તે ગૌરી સ્પ્રેટને ડેટ કરી રહ્યો છે.

Also read : જ્યારે Aamir Khan સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે કિરણ રાવના પરિવારને બીક લાગી હતી…

ક્યારે રિલીઝ થશે ફિલ્મ ‘સિતારે જમીન પર’?

aamir khan films

આમિર ખાનની 2007 માં આવેલી ફિલ્મ તારે જમીન પરથી આખા થિયેટરોમાં ભારે ધૂમ મચાવી હતી. હવે તેને લગતી બીજી એક ફિલ્મ લઈને આવી રહ્યો છે. અભિનેતાએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ જૂની થીમ અને વિચાર પર આધારિત છે, પરંતુ ફિલ્મમાં પટકથા અને ભૂમિકાઓ અલગ જોવા મળશે.

આમિરની આવનારી ફિલ્મમાં ભરપૂર કોમેડી જોવા મળશે

અભિનેતા આમિર ખાને પોતાના ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, આ ફિલ્મ તારે જમીન પે ની કહાણી કરતા પણ ખુબ જ સારી હશે. પહેલી ફિલ્મમાં લોકોને ભાવુક કર્યા હતાં જ્યારે આ ફિલ્મમાં તો લોકોને હસવાશે તેવું જણાવ્યું છે. જેથી તેની આવનારી ફિલ્મમાં ભરપૂર કોમેડી જોવા મળશે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે? તેની તારીખની જાણકારી પણ આજે જ આપી દેશે. લોકો આ ફિલ્મને જોવા માટે સિનેમાઘરોમાં જાય તેવી અપીલ પણ અભિનેતાએ કરી છે.

Also read : Aamir Khanએ દીકરીના લગ્નમાં કરી એવી હરકત કે લોકોએ કહ્યું…

આમિરે ફિલ્મોની સાથે અંગત જીવનની પણ વાત કરી

andaz apna apna

એક બીજી ફિલ્મ અંદાજ અપના અપના જેમાં આમિર ખાને લોકોને ખૂબ હસાવ્યાં હતાં. અંદાજ અપના અપનાની સિક્વલ પણ આવી રહી છે, અને તેના પર કામ શરૂ થઈ ગયું હોવાનું અભિનેતાએ જણાવ્યું હતું. આમિર ખાને આવનારી ફિલ્મોની સાથે પોતાના વ્યક્તિગત જીવનની પણ વાત કરી હતી. પોતે ગૌરી સ્પ્રેટને ડેટ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે એવું પણ જણાવ્યું કે તેવી રીતે ગૌરી સ્પ્રેટની સાથે તેનો પરિચય થયો? બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે તેના પર મહોર લાગી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button