રાજકોટમાં સુરત જેવી આગની ઘટના, 2 લોકોનાં મૃત્યુ

Rajkot News: રાજકોટમાં સુરતની એક ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ જેવી ઘટના બની છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. ફાયર બ્રિગેડ દ્વારા એક બાળકી સહિત પાંચ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આગની ભીષણતા જોતાં મૃત્યુ આંક વધી શકે છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
આ પણ વાંચો…હોળીના દિવસે કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું: અકસ્માત-આપઘાતના વિવિધ બનાવમાં પાંચ લોકોનાં મૃત્યુ
રાજકોટના 150 ફૂટ રોડ પરના એટલાન્ટિસ બિલ્ડિંગના ડી બ્લોકના છઠ્ઠા માળે 603 નંબરના ફ્લેટમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડ દ્વારા ઉપરના માળે ફસાયેલા લોકોને હાઈડ્રોલિક લિફ્ટ મારફતે નીચે ઉતારવામાં આવી રહ્યા છે. હજુ સુધી આગ લાગવાનું કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું. આગ નિયંત્રણમાં આવ્યા બાદ ફાયર અને પોલીસની ટીમ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો…ગુજરાતને સુરક્ષિત રાખતા પોલીસ જવાનો સામે આ છે મોટો ખતરોઃ જાણો સર્વે શું કહે છે