આપણું ગુજરાત

ગુજરાતને સુરક્ષિત રાખતા પોલીસ જવાનો સામે આ છે મોટો ખતરોઃ જાણો સર્વે શું કહે છે

પોલીસની નોકરી 24 કલાકની હોય છે, તેમના માટે કામની કોઈ સમય મર્યાદા નક્કી નથી હોતી . તેઓને 24 લોકોની સેવા અને સુરક્ષા માટે તત્પર રહેવું પડે છે. જેમાં તેમના સ્વાસ્થ્યનું પણ તેમને કોઈ ભાન રહેતું નથી. થોડા દિવસ પહેલા જ પોલીસ કૉન્સ્ટેબલ નરેશ પટણીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. નાની ઉંમરમાં જ હવે હાર્ટ એટેક આવવાને કેસો સતત વધી રહ્યાં છે, એમાં પણ પોલીસ કર્મચારીઓ માટે તો નોકરીની વ્યસ્તતાના કારણે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું જ રહી જાય છે.

250 માંથી 170 કર્મચારીઓમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરનું પ્રમાણ વધ્યું
નરેશ પટણીનું મોત થતાની સાથે જ પોલીસ અધિકારીએ અન્ય પોલીસ કર્મચારીઓની આરોગ્ય તપાસ કરવામાં આદેશ આપી દીધા હતાં. કુલ 250 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મેડિકલ તપાસ કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન 170 કર્મચારીઓમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરનું પ્રમાણ વધી ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડો ચોંકાવનારો છે. કારણે કે, 250 માંથી 170 કર્મચારીઓમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરનું પ્રમાણ વધ્યું છે, આ આંકડો અડધા કરતા પણ વધારે છે. જેથી અન્ય પોલીસ કર્મચારીઓની પણ મેડિકલ તપાસ કરવામાં આવે તો તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી શકાય.

પોલીસ કર્મીઓ માટે ફરજિયાત ફૂટબોલ મેચોનું આયોજન
પોલીસ કર્મચારીઓ માટે કામના કલાકો અનિયમિત નથી હોતા, પછી આરામ પણ પૂરતો મળતો નથી અને સાથે ખાવાનું અનિયમિત થઈ જાય છે. કામના કલાકો એવા હોય છે એટલે કસરત તો થતી જ નથી. જેથી તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ નબળું પડી જતું હોય છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હવે ક્રાઈમ બ્રાન્ચે તમામ કર્મચારીઓ માટે ફૂટબોલ મેચોનું આયોજન કરવામાં આવશે અને તેમાં ફરજિયાત ભાગીદારી લાગુ કરવામાં આવી છે. ફૂટબોલને એટલા માટે પસંદ કરવામાં આવ્યું કારણ કે તેમાં સંપૂર્ણ શારીરિક વર્કઆઉટ થઈ જાય છે અને અસરકારક રીતે કોલેસ્ટ્રોલ અને રક્ત સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

દરેક પોલીસ કર્મચારીઓને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અપીલ
અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે શહેરની ક્રાઈમ બ્રાંચ ઓફિસમાં જ સારૂ અને પોસ્ટિક જમાવાનું મળી રહે તે માટે સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તમામ પોલીસ કર્મચારીઓને યોગ્ય આહાર લેવા માટે અને ખાસ કરીને સવારની પરેડમાં ભાગ લેતા પહેલા નાસ્તો કરીને આવવા માટે શહેર પોલીસ વડા ડીજીપી જીએસ મલિકે વિનંતી કરી છે. પોલીસ કર્મચારી સખત ગરમીમાં દરરોજ લગભગ આઠ કલાક સુધી કામ કરતા હોય છે. ટ્રાફિક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમે ટ્રાફિક પોલીસ કર્મચારીઓને હાઇડ્રેટેડ રાખવા માટે છાશ આપવા માટે ઘણી NGO સાથે ભાગીદારી કરી છે. જે ખુબ જ જરૂરી પણ છે. કારણ કે, સતત 8 કલાક સુધી પોલીસ કર્મચારીઓ તડકામાં કામ કામ કરતા હોય તો તેમના માટે આટલી વ્યવસ્થા તો અનિવાર્ય બની જાય છે.

આ પણ વાંચો…ગુજરાતમાં સરકારી કર્મચારીઓને અલ્ટીમેટમ, 31 માર્ચ સુધી મિલકતો જાહેર કરો નહીંતર…

પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને આરોગ્ય અધિકારી શું કહે છે?
એક નિષ્ણાંત તબીબે મીડિયાને જણાવ્યું કે, સતત તણાવ, અસ્વસ્થ આહાર, કસરતનો અભાવ તેમજ અવ્યવસ્થિત અને અનિયમિત ઊંઘના કારણે પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે.આ સાથે તમાકુ અને ધુમ્રપાનનું સેવન પણ તેમાંના જોખમો 20-30% વધારે છે. પોલીસ કર્મચારીઓ માટે કામના કલાકો તો નિશ્ચિત નથી હોતા તેના કારણે તેમની ઊંઘ પણ અનિયમિત બની જાય છે. ઘણાં એવા પોલીસ કર્મચારીઓ છે જેમને ડાયાબિટીસ, હાયપરટેન્શન અને અન્ય હૃદય સંબંધિત બીમારીઓ, પલ્મોનરી સમસ્યાઓ અને અન્ય ઘણા બિન-ચેપી રોગો (NCDs) માં કેન્સર જેવી સમસ્યાઓ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button