રાશિફળ

આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, આ રાશિઓ પરનું ગ્રહણ દૂર કરશે, થશે માલામાલ

વર્ષ 2025નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે છે. આ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થશે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં બેસે છે. તેથી 14 માર્ચે નવગ્રહોના રાજા ગણાતા સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે.

જ્યોતિષશાસ્ત્રો અનુસાર બુધ, શુક્ર, રાહુ, નેપ્ચ્યુન મીન રાશિમાં છે. મીન રાશિ એ શુક્રની ઉન્નતિ છે. હાલમાં મીન રાશિમાં માલવ્ય રાજયોગ, લક્ષ્મી નારાયણ યોગ ભેગા થયા છે. નવગ્રહોના રાજા ગણાતા સૂર્ય ધૂળેટી એટલે કે આજના દિવસે મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તેથી મીન રાશિમાં પંચગ્રહી યોગ જોડાયો હોવાનું શાસ્ત્રીઓ કહે છે. તો આ સાથે સૂર્યના મીન રાશિમાં પ્રવેશ બાદ બુધાદિત્ય, શુક્રદિત્ય રાજયોગ સંયોગ પણ થશે.

માત્ર આટલું જ નહીં રાહુ-કેતુનો સમસપ્તક યોગ એકસાથે આવી રહ્યો છે. તેમજ ગુરુ-ચંદ્રનો ગજકેસરી રાજયોગ એકસાથે આવી રહ્યો છે. કેતુ કન્યા રાશિમાં છે. તેઓ એકબીજાથી સાતમા સ્થાનમાં હોવાથી સૂર્ય અને કેતુ સમસપ્તક યોગમાં છે. તેમજ ચંદ્ર પણ કન્યા રાશિમાં હોવાથી સૂર્ય-ચંદ્ર સમસપ્તક યોગ પણ સંયોગ થયો છે.

હવે તમને જો ગ્રહોની આ આવનજાવનમાં વધારે રસ ન લેવો હોય તો કંઈ નહીં, પણ આ યોગ ઘણી રાશિઓના જાતકો માટે સારા સમાચાર અને ખુશીની પળો લઈને આવી રહ્યા છે, તેથી તમારી રાશિ છે કે નહીં તે જાણી લેવામાં તો તમને ચોક્કસ રસ હશે. તો ચાલો જાણીએ આજનુંચંદ્રગ્રહણ અને રંગોત્સવ તમારી રાશિ પર શું પ્રભાવ પાડશે.

મેષ: લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવા સાથે સંપત્તિમાં વધારો થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. પાર્ટનરશીપમાં કરવામાં આવેલ ધંધો નફાકારક બની શકે છે. આવક ઝડપથી વધી શકે છે. જીવનસાથી સાથે સમય પસાર કરી શકશો. સંતાનો તરફથી સારા સમાચાર આવી શકે છે.

Budhaditya Rajyoga has taken place today

વૃષભ: સફળતાની સાથે પ્રતિષ્ઠા પણ મળે તેવા યોગ છે. કોઈ એવોર્ડ કે ખાસ સન્માન થવાની સંભાવના છે. શનિની કૃપા અચાનક આર્થિક લાભ તેમજ અટકેલા પૈસા પાછા લાવવામાં મદદ કરશે. કરિયરના ક્ષેત્રમાં તમે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. આત્મવિશ્વાસ ઝડપથી વધશે. અણધાર્યા નાણાકીય લાભ થઈ શકે છે. પરિવારમાં જો કોઈ મતભેદ કે સંપત્તિ મામલે ઝગડા હશે તો ધીમે ધીમે ગાંઠો છૂટશે. નવું રોકાણ તમારી માટે શુભ સાબિત થઈ શકે છે, પરંતુ ઉતાવળિયો નિર્ણય લેશો નહીં.

Today is the first lunar eclipse of the year, the eclipse will remove the eclipse on these zodiac signs, there will be wealth

મિથુન: તમે જો તમારી કરિયર બાબતે કંઈક નવું કરવા માગતા હો કે કોઈ નવો ધંધો શરૂ કરવા માગતા હો તો આ તમારી માટે ખૂબ સારો સમય છે અને જો તમે નોકરી શોધી રહ્યા હો તો પણ તમારા ગ્રહો તમને સારી તક આપશે. પગાર પ્રમોશનની પણ શક્યતા છે. વ્યક્તિગત જીવનમાં પણ તમને સારા અનુભવો થશે. પરિવાર-મિત્રોને મળશો અને કુંવારા યુવક-યુવતીઓ માટે પણ સારા યોગ છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને પાર્ટીમાં નવી જવાબદારીઓ મળશે તો સમાજમાં પ્રતિષ્ઠા વધુ વધશે. તમારા જીવનનો આ સમય તમારી માટે ટર્નિંગ પોઈન્ટ બની શકે છે.

Today is the first lunar eclipse of the year, the eclipse will remove the eclipse on these zodiac signs, there will be wealth

તુલા: તમે થોડા સમય પહેલા કરેલા રોકાણથી તમને અત્યારે બમણો લાભ થશે. વિદેશ જવાની તક છે અને સાથે ત્યાં કારકિર્દી બનાવવાના પણ યોગ છે. વેપારમાં ઘણી પ્રગતિ થઈ શકે છે. ઘણો નફો થઈ શકે છે. આવક વધશે, પણ ખર્ચ કરવામાં સંયંમ રાખજો. પારિવારિક સંબંધો સુધરશે અને પ્રવાસનો યોગ પણ છે. મહિલાઓ ધાર્મિક કાર્યો પણ કરી શકશે.

Today is the first lunar eclipse of the year, the eclipse will remove the eclipse on these zodiac signs, there will be wealth

વૃશ્ચિકઃ કોઈ મોટો કોન્ટ્રાક્ટ તમને મળે અથવા નોકરીમાં તમારું પ્રમોશન થાય તેવા યોગ છે. તમને કામમાં સફળતા મળશે. ઈચ્છાઓ પૂર્ણ થશે. તમે પૈસા બચાવવામાં સફળ થશો. સંતાન તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે. આ સાથે બીમારીમાંથી રાહત મળશે. યુવાનોએ તબિયત સંભાળવાની જરૂર છે. ખાસ કરીને જો કોઈ ખરાબ સંગતે કે લતે ચડી ગયા હો તો ચેતી જજો નહીંતર મોટું આર્થિક નુકસાન થશે.

Today is the first lunar eclipse of the year, the eclipse will remove the eclipse on these zodiac signs, there will be wealth

મકર: તમારા પરિવાર તરફથી જ તમને કોઈ મોટો લાભ થાય તેવી સંભાવના છે. ઘરમાં નવું પાત્ર આવવાની પૂરી સંભાવના છે. વાહન ખરીદીનો પણ સારો યોગ બને છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયે કરી શકો છો. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. જીવનમાં કેટલાક મોટા ફેરફારો થઈ શકે છે જે હાલમાં ન ગમે પણ સકારાત્મક રહેશે. આત્મવિશ્વાસ વધી શકે છે. મિત્રો સાથે સારો સમય પસાર થશે અને વિદેશ પ્રવાસે જવાના યોગ છે, પરંતુ તબિયત સંભાળજો અને ખાસ કરીને ખાવાપીવામાં ધ્યાન રાખજો. મહિલાઓ શકય બને તો ગાયને ચારો નાખવાનું કે રોટલી-ગોળ ખવડાવવાનું રાખે.

આ પણ વાંચો…યુદ્ધ અટકવવા પ્રયાસ કરવા બદલ પુતીને મોદી અને ટ્રમ્પનો આભાર માન્યો; જાણો શું કહ્યું

વિશેષ નોંધઃ આ પ્રાથમિક માહિતી છે, તમે તમારા પંડિતની સલાહ પ્રમાણે કરજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button