અમદાવાદ

ગુજરાતભરમાં ધૂળેટીએ મંદિરોમા ભક્તોની લાઈનો લાગી, શેરીઓ અને સોસાયટીઓમાં રંગેચંગે ઉજવણી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગઈકાલે હોળીનું પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યુ હતું. ત્યારે આજે બીજા દિવસે રાજ્યમા દ્વારકા અને ડાકોર સહિતના તમામ કૃષ્ણ મંદિરોમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજીતરફ રાજ્યભરમાં ઠેર ઠેર મોટા પાર્ટી પ્લોટ, ક્લબ, શેરીઓમાં અને સોસાયટીઓમાં રંગેચંગે રંગ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે ભગવાનના દર્શનનો અનેરો મહિમા છે. જેના પગલે મંદિરોમા પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આજે ધૂળેટીનું પર્વ હોવાથી વહેલી સવારથી જ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતનાં કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું છે. મંદિર પરીસરો જય રણછોડના નાદથી ગુંજી ઊઠ્યા હતા.

દ્વારકા મંદિરમા ધૂળેટીની ઉજવણી
આજે ધૂળેટીના દિવસે પવિત્ર યાત્રાધામ ડાકોરમાં હૈયાથી હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ ઊમટી છે. સમગ્ર મંદિર પરિસર જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઊઠ્યું હતું. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોએ ભગવાન તરફ દોડ લગાવી હતી અને મંગળા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોટાભાગના શ્રદ્ધાળુઓ આગલા દિવસથી જ ડાકોર પહોંચી ગયા હતા. તેઓએ રાતવાસો કરીને વહેલી સવારે મંગળા આરતીના દર્શન માટે મંદિરના દ્વાર આગળ લાઈન લગાવી હતી.

આ પણ વાંચો…રાન્યા રાવના ઘરે ED ની રેડ, 2.06 કરોડના સોના સાથે 2.67 કરોડ રૂપિયા રોકડા મળ્યાં…

ગુજરાતમાં આજે એટલે કે 14 માર્ચ 2025ના રોજ ધુળેટીના પર્વની ઠેર ઠેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પુલ પાર્ટી, રેઇન ડાન્સ વીથ લંચ-ડીનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં રેઈન ડાન્સ, પુલ પાર્ટી જેવા આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્પેનના લા ટામોટીના ફેસ્વિટવની માફક ટામેટાથી હોળી રમાઈ છે. કેટલાક સ્થળો પર ઓર્ગેનિક કલરની સાથે સાથે ફોમનો ઉપયોગ કરીને પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button