ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

યુદ્ધ અટકવવા પ્રયાસ કરવા બદલ પુતીને મોદી અને ટ્રમ્પનો આભાર માન્યો; જાણો શું કહ્યું

મોસ્કો: છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War)માં શાંતિનું કિરણ દેખાઈ રહ્યું છે, યુક્રેને યુદ્ધ વિરામ કરાર (Ceasefire Deal) સ્વીકાર્યા બાદ યુએસ અધિકારીઓ રશિયા પહોંચ્યા છે. યુએસ અધિકારીઓ અને રશિયન અધિકારીઓ વચ્ચે યુદ્ધ વિરામ કરાર અંગે વાટાઘાટો થઇ રહી છે. એવામાં ગઈ કાલે ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) મહત્વનું નિવેદન આપ્યું હતું. યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસો બદલ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi), યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાનોનો આભાર માન્યો હતો.

યુએસના યુદ્ધવિરામ પ્રસ્તાવ અંગે પુતિને પ્રથમ વાર જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી. ગુરુવારે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પુતિને કહ્યું કે તેઓ યુદ્ધવિરામના પ્રસ્તાવ સાથે સંમત છે પરંતુ આ કરાર લાંબા ગાળાની શાંતિ તરફ દોરી જવો જોઈએ અને સંઘર્ષના મૂળ કારણોને દૂર થવા જોઈએ.

આ પણ વાંચો…આ શક્તિપીઠ પર છે બલુચોની અપાર શ્રદ્ધા! અહી પડ્યો હતો સતીના માથાનો ભાગ

પુતીને આભાર માન્યો:
પ્રેસ કોન્ફરન્સમાં પુતિને કહ્યું “બધા પાસે તેમના દેશના મુદ્દાઓ ઉકેલવા માટે પૂરતું કામ છે. પરંતુ ચીનના રાષ્ટ્રપતિ, ભારતના વડા પ્રધાન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિઓ સહિત ઘણા દેશોના નેતાઓ આ મુદ્દા (રશિયા-યુક્રેન યુદ્ધ) પર ચર્ચા કરી રહ્યા છે અને ઉકેલ શોધવા માટે સમય આપી રહ્યા છે. અમે બધાનો આભાર માનીએ છીએ કારણ કે આ પ્રયાસ એક મહાન મિશન માટે છે. આ મિશન દુશ્મનાવટ અને જાનમાલના નુકશાનનો અંત લાવશે.”

વડા પ્રધાન મોદીની અપીલ:
નોંધનીય છે કે ગયા વર્ષે જુલાઈ મહિનામાં ભારતના વડા પ્રધાન મોદીએ રશિયામાં 22મા ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર સંમેલનમાં ભાગ લીધો હતો અને ઓગસ્ટમાં તેમણે યુક્રેનની પણ મુલાકાત લીધી હતી. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં, વડા પ્રધાન મોદીએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે આ ફક્ત વાતચીત અને રાજદ્વારી માધ્યમોથી દરેક મુદ્દાનો ઉકેલ આવી શકે છે.

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે ટ્રમ્પના પ્રયાસોનું પણ સ્વાગત કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button