ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજારનો ફૂટવાનો છે ફૂગ્ગો? રોકાણકારો બંધ કરાવી રહ્યા છે SIP…

મુંબઈઃ ભારતીય શેરબજાર હાલ મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. જેની અસર એસઆઈપી અને ડીમેટ એકાઉન્ટ પર જોવા મળી રહી છે. બજારમાં અસ્થિરતાના કારણે રોકાણકારો જોખમ લેવાથી બચી રહ્યા છે. એક સમયે શેરબજારમાં શાનદાર કમાણી કરનારા રોકાણકારો હવે ચિંતામાં જોવા મળી રહ્યા છે. શેરબજારનો પરપોટો ફૂટવાની તૈયારીમાં હોવાનું માનીને રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે, પૈસા ઉપાડીને સલામત જગ્યાએ રોકી રહ્યા છે. આ કારણે ફેબ્રુઆરીમાં મોટી સંખ્યામાં લોકોએ એસઆઈપી બંધ કરી હતી. એટલું જ નહીં નવા ડીમેટ એકાઉન્ટ ખોલવાની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો.

Also read : ઓપિનિયન: શીન ચેંગની અદ્ભુત સફળતા એ એક વાત સાબીત કરી છે કે…

SIP કરાવી રહ્યા છે બંધ

ફેબ્રુઆરી 2025માં નવી એસઆઈપી શરૂ કરનારા લોકોની સામે બંધ કરાવનારા લોકોની સંખ્યા વધારે હતી. રોકાણકારો રૂપિયા લગાવતા ડરી રહ્યા છે. એસઆઈપી બંધ કરાવવાનો દર 1.23 સુધી પહોંચી ગયો છ. જે છેલ્લા 11 મહિનામાં સૌથી વધારે છે. આ દરમિયાન ઈક્વિટી યોજનાઓમાંથી બહાર નીકળવાનો દર પણ થોડો વધ્યો છે.

ડીમેટ એકાઉન્ટ ખોલવાનું પ્રમાણ ઘટ્યું

આ વર્ષે ફેબ્રુઆરીમાં માત્ર 23 લાખ નવા ડીમેટ એકાઉન્ટ ખૂલ્યા હતા. જે છેલ્લા 21 મહિનામાં સૌથી ઓછો આંકડો છે. જુલાઈ 2024થી નવા ડીમેટ એકાઉન્ટ ખોલાવનારાની સંખ્યા ઘટી રહી છે. જુલાઈમાં આ આંકડો 46 લાખની ટોચ પર પહોંચી ગયો હતો. જાન્યુઆરી 2025માં 28 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા હતા. બજારમાં તાજેતરના ઉતાર-ચઢાવે રોકાણકારોને પ્રભાવિત કર્યા છે. જેનાથી નવા ખાતા ઓછા ખૂલી રહ્યા છે. નવા રોકાણકારો શેરબજારમાં વધારે રસ દાખવી રહ્યા નથી.

રોકાણકારો થઈ ગયા છે સતર્ક

બજારમાં સતત ઘટાડાના કારણે રોકાણકારો સતર્ક થઈ ગયા છે. ફેબ્રુઆરીમાં ઈક્વિટી શેર્સમાં 27 ટકા ઓછું રોકાણ થુયું હતું. માર્ચ મહિનામાં શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે. રોકાણકારોની કુલ સંપત્તિ જાન્યુઆરી 2025ની તુલનાએ 13 ટકા ઘટી છે. ફેબ્રુઆરીમાં બજારમાં ભારે વેચવાલી થઈ હતી. રોકાણકારોના 40 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા હતા.

Also read : વેપારને પ્રોત્સાહન: 24 ચેકપોઇન્ટ 15મી એપ્રિલ સુધી બંધ થશે

2020 બાદ ઘટાડાનો સૌથી ખરાબ તબક્કો

બેંચમાર્ક નિફ્ટીમાં આશરે ત્રણ દાયકા બાદ સૌથી લાંબો ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય શેરબજાર 2020 બાદ ઘટાડાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. નિફ્ટી-50માં છ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 11 ટકા અને 13 ટકા તૂટ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button