રાજકોટ

વોકહાર્ટ હૉસ્પિટલ વિવાદમા શું છે હકીકત? તપાસ માટે હોસ્પિટલ પહોંચ્યું મુંબઈ સમાચાર અને જોયું….

રાજકોટ: રાજકોટની વોકહાર્ટ હૉસ્પિટલ વિવાદનું કેન્દ્ર બની છે. અહીં એક દર્દીને સામાન્ય સર્જરીનું લાખથી વધુ રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું હતું. સાત ટાંકાનું બિલ 1.61 લાખ આપવામાં આવ્યું હતું. દર્દીનો મેડિક્લેમ હોવાથી તેને 24 કલાક દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઈ પરિવારજનો પણ ચોંકી ગયા હતા. દર્દીના પરિવારજનોએ હૉસ્પિટલ સામે ધીકતી કમાણીનો ધંધો શરૂ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે વિવાદ સર્જાતા બિલની રકમ ઘટાડી દેવામાં આવી હતી.

મુંબઇ સમાચાર હોસ્પિટલ પહોંચ્યું

આ વિવાદ શરૂ થયા બાદ મુંબઇ સમાચાર હોસ્પિટલ ખાતે પહોંચ્યું હતું અને હોસ્પિટલનાં જવાબદારો સાથે વાત કરાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હોસ્પિટલમાંથી કોઇ જવાબ મળ્યો નહોતો. કામનું બહાનું ધરીને કોઇએ મીડિયા સાથે વાત કરી નહોતી કરી જે પણ કઈક રંધાયું હોવાયું બૂ આપનારી બાબત છે.

8 ટાંકાનું 1 લાખ 60 હજાર તોતિંગ બિલ

વિવાદ અંગે વાત કરવામાં આવે તો વોકહાર્ટ હોસ્પિટલે નાની સર્જરીમાં તોંતિગ બિલ ફટકારતા આ વિવાદ શરૂ થયો હતો. હેનિલ પટેલ નામના 9 વર્ષના બાળકની નાની સર્જરી કરવામાં આવી હતી અને બાળકના હાથમાં માત્ર 8 ટાંકા લેવામાં આવ્યા હતા અને તેને 24 કલાક હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યો હતો. હોસ્પિટલે હાથમાં 8 ટાંકાનું 1 લાખ 60 હજાર તોતિંગ બિલ આપ્યું હતું. જો કે બાળકને હાથમાં ઓપરેશન નહી પણ માત્ર ટાંકા જ લેવામાં આવ્યા હતા.

વિવાદ બાદ થઈ રહ્યા છે અનેક પ્રશ્નો

આ વિવાદ બાદ લોકોમાં એ બાબતે પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે જે બે ઇંચ ના ઘાને માઇનોર પ્રોસિજર દ્વારા ઈમરજન્સી રૂમમાં જ ટાંકા લઈ શકાય અને રાત્રે જ ડિસ્ચાર્જ પણ કરી શકાય તેવી પરિસ્થિતિમાં મેડીક્લેમ હોવાને કારણે ઇમરજન્સી ઓપરેશન ના બહાના હેઠળ એક કલાક ઓપરેશન થિયેટરમાં રાખી મુકાયો હતો? આઠ ટાંકા લેતા નર્સિંગ સ્ટાફને પણ માત્ર 10 મિનિટ થાય તો ત્રણ ડોક્ટર ભેગા મળીને એક કલાક લગાડ્યા બાદ જનરલ ઓપરેશન થયું તેવું હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે પરંતુ દવાના બિલમાં એનેસ્થેટિક ડ્રગનો ઉપયોગ થયો હોવાનું કેમ કહેવામાં આવ્યું?

અન્ય સારી હોસ્પિટલમાં કેટલો થાય ખર્ચ?

ગઈકાલે મીડિયા સમક્ષ હોસ્પિટલ મેનેજમેન્ટ એ જ્યારે વાત કરી ત્યારે એવું કહ્યું હતું કે નિયમ અનુસાર અમે બિલ બનાવ્યું છે પરંતુ તે નિયમો કયા છે તે આજે મુંબઈ સમાચાર મેનેજમેન્ટ પાસે માગ્યા ત્યારે તેમણે આપવાની સ્પષ્ટ મનાઈ કરી હતી. દર્દીના સગાએ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સમાં ઓવર બિલિંગની ફરિયાદ કરતા ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સએ એમડી ઇન્ડિયાને ફરિયાદ કરી હતી અને એમડી ઇન્ડિયાએ વોકહાર્ટ હોસ્પિટલને ફરિયાદ કરતા વોકહાર્ટ હોસ્પિટલે 1,61,000 ના બિલ માંથી 1 લાખ 14 હજાર નું બિલ કરી આપ્યું હતું. સામાન્ય રીતે કોઈપણ સારી હોસ્પિટલમાં આ સારવારના 15 હજાર રૂપિયાથી વધારે થાય નહીં આવું અમુક સર્જન ડોક્ટરોને પૂછતા તેઓએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button