આમચી મુંબઈ

…. તો મહારાષ્ટ્રમાં બિયર સસ્તી થઇ જશે? શિંદે-ફડણવીસ સરકારનો મહત્વનો નિર્ણય

મુંબઇ: બિયરના ભાવ ઘટાડી રાજ્ય સરકાર દ્વારા આવક વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઉત્પાદન ફીમાં કપાત કરી બિયરના ભાવ ઘટાડી વેચાણ વધારી તેના આધારે આવકમાં વધારો કરવા માટે રીસર્ચ હાથ ધરવા રાજ્ય સરકાર દ્વારા એક રિસર્ચ ટીમ બનાવવામાં આવી છે.

રાજ્યમાં બિયરની ઉત્પાદન ફીમાં વધારો કર્યા બાદ બિયરના વેચાણમાં ઘટાડો થતાં સરકારને જે આવક થઇ રહી હતી તેમાં પણ ઘટાડો થયો હતો. ઉપરાંત દેશી-વિદેશી દારુમાં આલ્કોહલનું પ્રમાણ બિયર કરતાં વધુ હોય છે. આલ્કોહલના પ્રમાણની સરખામણી કરીએ તો બિયરની ઉત્પાદન ફી અન્ય દારુ કરતાં વધુ હોવાથી બિયર અનાવશ્યક રીતે મોંઘી થઇ છે.

આવી પરિસ્થિતીને કારણે લોકો બિયર ખરીદતાં નથી જેનો સીધો ફટકો સરકારની આવક પર પડી રહ્યો છે. ત્યારે હવે બિયર ઉદ્યોગના માધ્યમથી રાજ્ય સરકારની આવકમાં વધારો થાય તે માટે ભલામણ કરવા માટે એક રીસર્ચ કમીટીની સ્થાપના કરવામાં આવી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે શિંદે-ફડણવીસ સરકાર દ્વારા 2023-24ના આર્થિક વર્ષ માટે લગભગ 25 હજાર 200 કરોડની આવક વધારવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ ટાર્ગેટ સુધી પહોંચવા માટે રાજ્ય સરકાર દ્વારા લીકર પોલીસીમાં અશંત: બદલાવ કરવાનો પ્રસ્તાવ આપ્યો હોવાની જાણકારી સત્તાવાર સૂત્રોમાંથી મળી રહી છે. આ પ્રસ્તાવ મુજબ મહેસુલી આવક લગભગ 400 કરોડ રુપિયા વધી જશે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. આ અંગેનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હોવાની જાણકારી સૂત્રોમાંથી મળી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button