ભાવનગર

ભાવનગરમાં ઓનર કિલિંગઃ પ્રેમસંબંધમાં પિતા અને કાકાએ પુત્રીને મોતને ઘાટ ઉતારીને પછી..

ભાવનગરઃ શહેરમાં ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો છે. પાલિતાણાના રાણપરડા ગામની યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ હતો. જેના કારણે યુવતીના પિતા અને કાકાએ મળી તેનું ગળું દબાવી હત્યા કરી હતી. પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહના ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.મૃતક યુવતીના નાનાએ પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

શું છે મામલો

રાણપરડા ગામના જલ્પાબેન દિપકભાઈ રાઠોડ (ઉ.વ.19) નામની યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ હોવાની જાણ યુવતીના પરિવારને થતાં 7 માર્ચના રોજ સવારે યુવતીને તેના કાકા ભાવસંગ ઉર્ફે લાલજી ધીરૂભાઈ રાઠોડે જાપટ અને મારમાર્યો હતો. યુવતીના પિતા દિપક ધીરૂભાઈ રાઠોડે તેમની દિકરીનું ગળું દબાવી મોત નિપજાવ્યું હતું અને બાદમાં યુવતીના મૃતદેહને રાણપરડા ગામના સ્મશાનમાં ગુપ્ત રીતે સળગાવી દીધો હતો.

આપણ વાંચો: કચ્છના કિશોરની હત્યાનું કારણ મોબાઈલ ગેમ જ નીકળ્યુંઃ ઝડપાયેલા ત્રણ આરોપીઓ પણ સગીર…

બનાવ અંગે યુવતીના નાના પોપટભાઈ મનજીભાઈ ગોહિલે પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં દિપક ધીરૂભાઈ રાઠોડ અને ભાવસંગ ઉર્ફે લાલજી ધીરૂભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પાલિતાણા ગ્રામ્ય પોલીસે હત્યા, પુરાવાના નાશ કરવા, મારમારવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસે હત્યા, પુરાવાનો નાશ અને ધમકી આપવાના મામલે કેસ નોંધ્યો છે. જલ્પાની નાની બહેનને પણ જો તેણે પોતાની બહેન જેવું કર્યું તો મારી નાંખવામાં આવશે તેવી ધમકી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button