અમદાવાદઃ નળસરોવર વિસ્તારમાં જુગાર રમતા 18 ઈસમો ઝડપાયા, 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી ટીમે મળેલી બાતમીને આધારે નળસરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 18 જેટલા ઈસમોને 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 2,10,510, 21 મોબાઈલ, 7 મોટર સાઇકલ, બે ફોર વ્હીલ મળી કુલ 15,06,610 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
એલ સી બીને બાતમી મળી હતી કે ધરજી ગામમાં ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે 18 શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ જુગાર ૨મતા 18 શકુનિઓને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલે નળસરોવર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: કચ્છના કિશોરની હત્યાનું કારણ મોબાઈલ ગેમ જ નીકળ્યુંઃ ઝડપાયેલા ત્રણ આરોપીઓ પણ સગીર…
થોડા દિવસ પહેલા કપડવંજ તાલુકાના ફૂલજીના મુવાડામાં વાત્રક નદીના પટમાંથી જુગારનો અડ્ડો ઝડપાયો હચો. એલસીબીની રેડમાં અમદાવાદ, ગાંધીનગર સહિતની અલગ અલગ જગ્યાએથી આવેલા 13 જુગારી ઝડપાયા હતા.