બોટાદની કાળુભાર નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત

બોટાદઃ રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી રાહત મેળવવા લોકો સ્વીમિંગ પુલ, નદીમાં સ્નાન માટે ઉમટી રહ્યા છે. આ દરમિયાન બોટાદની કાળુભાર નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના મોત થયા હતા. હોળીના દિવસે જ આ ઘટના બનતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.
આ પણ વાંચો: જુગાર રમતા બે યુવક પોલીસથી બચવા નદીમાં કૂદ્યા, પાણી વધારે હોવાથી થયું મોત…
મળતી વિગત પ્રમાણે, ગઢડાના ચોસલા ગામ નજીક કાળુભાર નદીમાં ચાર પરપ્રાંતિય શ્રમિકો ન્હાવા પડ્યા હતા. જેમાંથી બે ડૂબ્યા હતા. જ્યારે બે શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા હતા.ડૂબી ગયેલા બંને વ્યક્તિઓની ઓળખ પવનસિંહ અને પૃથ્વીસિંહ તરીકે થઈ હતી. ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢીને પંપિગ પણ કર્યુ હતુ પરંતુ યુવકોવનો જીવ બચાવી શકાયો નહોતો.
આ પણ વાંચો: મોરબીના ઢુવા ગામની નદીમાં ડૂબી જવાથી સાળી-બનેવીનાં મોત
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર તુરંત સક્રિય થયું હતું. આ ચારેય વ્યક્તિઓ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની છે અને ચોસલા ગામમાં કડિયા કામ કરતા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના કહેવા મુજબ, નદીમાં પાણીનો પ્રવાહ વધુ હતો અને ચારેય જણા મધ્યમાં જઈને ન્હાતા હતા.ધીમે ધીમે પગ માટીમાં ખૂપતા ગયા અને ડૂબી જવાથી મોત થયા હતા.