પંતની બહેનના લગ્ન સમારોહમાં ધોની અને રૈના બન્યા મોંઘેરા મહેમાન…

મસૂરી: ભારતનો સ્ટાર વિકેટકીપર-બૅટર રિષભ પંત આ અઠવાડિયે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તરત જ મસૂરી પહોંચી ગયો હતો, કારણકે ત્યાં તેની બહેન સાક્ષી પંતનાં લગ્નની થોડી તૈયારીઓ કરવાની બાકી હતી. આ શાનદાર લગ્ન સમારોહમાં મહેન્દ્રસિંહ ધોની તથા સુરેશ રૈના સહિત દેશના કેટલાક નામાંકિત ખેલાડીઓએ હાજરી આપી હતી.
દુબઈમાં ભારતે ન્યૂ ઝીલૅન્ડને ફાઇનલમાં ચાર વિકટે હરાવીને વિક્રમજનક ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. એ ટૂર્નામેન્ટમાં રિષભ પંતને શરૂઆતમાં ફિટનેસ ન હોવાને કારણે નહોતું રમવા મળ્યું અને ત્યાર પછી કેએલ રાહુલને જ છેક સુધી રમવાનો મોકો આપવામાં આવ્યો હતો.
રિષભ પંતની બહેન સાક્ષીના લગ્ન આઈટીસી હોટલમાં ધ સેવૉય ખાતે રાખવામાં આવ્યા હતા જેના સમારોહમાં નવદંપતીના નજીકના પરિવારજનો તેમ જ કેટલાક મિત્રો સામેલ હતા.
સાક્ષી પંતના લગ્ન લંડન-સ્થિત બિઝનેસમૅન અંકિત ચૌધરી સાથે થયા છે. સાક્ષી એમબીની ડિગ્રી ધરાવે છે અને તે નેશનલ ફાર્મસી અસોસિએશન સાથે સંકળાયેલી છે.
Read This…વધુ એક ભારતીય ક્રિકેટરનું ઘર તૂટવાની આરે! પતિ-પત્નીએ એકબીજાને અનફોલો કર્યા…
સાક્ષી અને અંકિત એક દાયકાથી રિલેશનશિપમાં હતા અને હવે તેઓ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે.
આ સમારોહમાં ધોની, રૈના તેમ જ પંત ખૂબ નાચ્યા હતા.
સાક્ષી પંતે 2024ની છઠ્ઠી જાન્યુઆરીએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તેણે અને અંકિતે સગાઈ કરી લીધી છે.
રિષભ પંત માટે તેની બહેન સાક્ષી હંમેશાં આધારસ્તંભ બની છે. ખાસ કરીને પંતને ત્રણ વર્ષ પહેલાં કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી ત્યારે સાક્ષીનો તેને મહિનાઓ સુધી સપોર્ટ મળ્યો હતો.