
અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપનો(Earthquake)આંચકો અનુભવાયો છે. જેમાં અમેરલીમાં આજે સવારે 10.12 મિનિટે રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. તેમજ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 44 કિલોમીટર દુર સ્થિત હતું.
Also read : અમદાવાદ એરપોર્ટ પરથી 1.29 કરોડની Gold ની દાણચોરી ઝડપાઈ…
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના નાના મોટા આંચકામા વધારો
રાજ્યમાં છેલ્લા છ મહિનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના નાના મોટા આંચકા અનુભવાય રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 27 ફેબ્રુઆરીના રોજ પણ અમરેલીના ખાંભામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2. 0 નોંધવામાં આવી હતી. જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિલોમીટર દૂર દક્ષિણમાં હતું.
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.
Also read : Gujarat સરકાર સુધારેલા નવા જંત્રી દરો 30 માર્ચે જાહેર કરે તેવી શક્યતા
રિક્ટરસ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે
રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.