અમદાવાદ

Ahmedabad માં થલતેજ નજીક હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત…

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં આજે વહેલી સવારે થલતેજ નજીક હિટ એન્ડ રનની ઘટનામા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ ઘટના થલતેજ મેટ્રો સ્ટેશન નીચે બની હતી. જેમાં પૂરઝડપે આવી રહેલા એક ટ્રકના ડ્રાયવરે ઓટો રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં બેઠેલા પેસેન્જરનું મોત થયું છે.

Also read : Gujarat સરકાર સુધારેલા નવા જંત્રી દરો 30 માર્ચે જાહેર કરે તેવી શક્યતા

મૃતકની ઉંમર 24 વર્ષની

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ આજે વહેલી સવારે 5.45 વાગ્યાની આસપાસ થલતેજ મેટ્રો બ્રિજ નીચે આવેલ એક કાફે પાસે ચાલુ રિક્ષાને પૂરઝડપે આવી રહેલી ટ્રકના ડ્રાયવરે ટક્કર મારી હતી. જેના પગલે રિક્ષામાં બેઠેલા પેસેન્જર ગૌતમ ચૌહાણનુ મોત નિપજ્યું છે. મૃતકની ઉંમર 24 વર્ષની છે. તે પંચમહાલના કાકણપુરના લાકોડાના મુવાળાના રહેવાસી હતા.

ટ્રક ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન

જોકે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ અકસ્માત કરીને નાસી છૂટનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તેમજ સીસીટીવીની તપાસ કરીને ટ્રક ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Also read : ગુજરાત RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તકો-ગણવેશ આપનારું દેશનું પ્રથમ રાજ્ય

પશ્ચિમ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે . જેમાં હાલમાં 6 માર્ચના રોજ વિજય ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું હતુ. બાઈક સવાર વિજય ચાર રસ્તાથી પસાર થતો હતો અને તે દરમિયાન ફુલ સ્પીડમાં આવી રહેલી બસે અચાનક બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button