ઓલ્ડ ઇઝ ગોલ્ડ, વર્ષો સુધી સંભાળી રાખેલા શેરે બદલી નાંખી કિસ્મત…

ચંદીગઢ : ભારતીય શેરબજારમાં ભારે અફડા તફડીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર શેરનો અનોખો કિસ્સો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને ઘરની સાફસફાઇ દરમ્યાન 37 વર્ષ જૂના શેર મળી આવ્યા છે. ચંદીગઢના રહેવાસી રતન ઢિલ્લોનને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 37 વર્ષ જૂના શેર મળ્યા છે. જેની કિંમત આજે રૂપિયા 11 લાખ થાય છે. આ શેર મળ્યા બાદ વ્યક્તિ અત્યંત ખુશ હતો. જ્યારે આ વિગત સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા, ત્યારે યુઝર્સે રમુજી પ્રતિક્રિયાઓ આપી હતી.
Also read : Amitabh Bachchan એ અયોધ્યામાં આ કારણે ખરીદી બીજી જમીન
આ અંગે મળતી માહિતી મુજબ એક વ્યકિત તેના જૂના દસ્તાવેજો શોધી રહ્યો હતો ત્યારે તેને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના કેટલાક શેર મળ્યા હતા. જે તેણે 1987 માં ખરીદ્યા હતા. તે સમયે આ શેરની કિંમત નજીવી હતી. પરંતુ 37 વર્ષમાં શેરની કિંમત રૂપિયા 11 લાખ સુધી પહોંચી ગઈ છે.
લોકોએ રમુજી મીમ્સ અને કોમેન્ટ્સ શેર કર્યા
જોકે, આ વિગત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ રમુજી મીમ્સ અને કોમેન્ટ્સ શેર કર્યા છે. કેટલાક લોકોએ તેની સરખામણી ‘ખજાનો શોધવા’ સાથે કરી. જ્યારે કેટલાક લોકોએ મજાકમાં કહ્યું કે તેઓ ઈચ્છતા હતા કે આપણા દાદા-દાદીએ પણ આવા શેર ખરીદ્યા હોત અને રાખ્યા હોત.
Also read : જાણો… રિસેસન, ડિપ્રેશન અને ટ્રમ્પેશન કયા તબક્કાથી પસાર થઇ રહ્યું છે વૈશ્વિક અર્થતંત્ર
હવે હું મારા જૂના દસ્તાવેજો પણ શોધવા જઈ રહ્યો છું
આ વાયરલ પોસ્ટ જોયા પછી એક યુઝરે લખ્યું, હવે હું મારા જૂના દસ્તાવેજો પણ શોધવા જઈ રહ્યો છું, કદાચ મને પણ કોઈ છુપાયેલ ખજાનો મળી જશે. જ્યારે બીજા એક યુઝરે કહ્યું, 37 વર્ષ પહેલાં રૂપિયા 1000 નું રોકાણ આજે લાખોમાં ફેરવાઈ શકે છે. તેથી રોકાણને ક્યારેય ઓછું ના આંકશો.