ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

154 બંધકો હજુ પણ BLA ના કબજા હેઠળ! પાકિસ્તાની સેનાના દાવા પર BLA નું ચોંકાવનારુ નિવેદન…

ઇસ્લામાબાદ: બલુચિસ્તાનના અલગાવવાદી સંગઠન બલોચ લિબરેશન આર્મી(BLA)એ મંગળવારે ક્વેટાથી પેશાવાર જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક (Pakistan Train Highjack) કરી હતી અને મુસાફરોને બંધક બનાવ્યા હતાં. પાકિસ્તાની સેનાએ બંધકોને છોડવવા માટે ઓપરેશન શરુ કર્યું હતું. બુધવારે રાત્રે પાકિસ્તાની સેના દાવો કર્યો હતો કે ઓપરેશન પૂરું થયું છે, BLAના 33 બળવાખોરો માર્યા ગયા છે અને બંધકોને બચાવી લેવામાં આવ્યા છે, જેની સામે BLA એ એક મોટો દાવો કર્યો છે.

Also read : Video: આતંકવાદીઓએ આ રીતે જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી; BLAએ વિડીયો શેર કર્યો

ગત રાત્રે પાકિસ્તાની સેનાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું છે, 33 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને 21 બંધકો માર્યા ગયા છે, જ્યારે 300 થી વધુ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા.

BLAનો દાવો:
પાકિસ્તાની સેનાના નિવેદનથી વિરુદ્ધ BLA એ એક મોટો દાવો કર્યો છે. BLAના નિવેદન અનુસાર, 154 થી વધુ પાકિસ્તાની નાગરિકો હજુ પણ તેમના કબજામાં છે. આ દરમિયાન ક્વેટા સ્ટેશન પર 200 તાબુતો (શબપેટીઓ) જોવા મળ્યા હતાં, જેને કારણે સ્થિતિ વધુ અસ્પષ્ટ બની છે.

BLA એ જણાવ્યું હતું કે ટ્રેનમાં કુલ 426 મુસાફરો હતા, જેમાં 214 પાકિસ્તાન સેનાના કર્મચારીઓ હતાં. BLA એ જણાવ્યું હતું કે ટ્રેન હાઇજેક થયાના પહેલા કલાકમાં જ 212 મુસાફરોને મુક્ત કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાની સેનાના 40 કર્મચારીઓ અને 60 બંધકોને મારી નાખવામાં આવ્યા હતા. BLA અનુસાર, તેમની પાસે હજુ પણ 150 થી વધુ પાકિસ્તાની નાગરિકો કબજા હેઠળ છે.

Also read : હમ નહીં સુધરેંગેઃ પાકિસ્તાનમાં ટ્રેન ‘હાઈજેક’ માટે ભારતનો હાથ હોવાનો શરીફના સલાહકારનો દાવો

ક્વેટા રેલ્વે સ્ટેશન પર 200 થી વધુ શબપેટીઓ:
માનવાધિકાર કાર્યકરોના મતે, અધિકારીઓએ ક્વેટા રેલ્વે સ્ટેશન પર 200 થી વધુ શબપેટીઓ મોકલી છે, જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એક માનવાધિકાર કાર્યકર્તાના દાવા મુજબ કે પાકિસ્તાની સૈન્યએ વાટાઘાટો ન કરવાનો નિર્ણય લીધો હતો, જેનાથી સેનાના કર્મચારીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે. 30-40 સૈન્ય જવાનોના મૃતદેહ પહેલાથી ક્વેટા પહોંચી ચુક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button