
સ્ટારલિંકનો જિઓ અને એરટેર (Airtel) સાથે કરાર થયો અને ભારતમાં વિધિવત રીતે એલોન મસ્કે એન્ટ્રી લઈ લીધી છે. આ લોકોએ એવો દાવો પણ કર્યો છે કે, ભારતના દરેક ભાગમાં અમે હાઈ સ્પીડ ઈન્ટરનેટ પહોંડીશું. ભારતની બે મોટી અને પ્રમુખ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) અને એરટેલે (Airtel) ભારતને હાઈ સ્પીડ ઈન્ટરનેટ આપવા માટે એલોન મસ્ક સાથે કરાર કર્યો છે. આ કરારને ભારતની ટેલિકોમ દુનિયામાં મોટી ક્રાંતિ સમાન ગણી શકાશે. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ (IT Minister Ashwini Vaishnaw) દ્વારા પણ Starlink મામલે સકારાત્મક અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો છે, તેમના આ નિવેદનના કારણે એવું સમજી શકાય કે આ કરારને ભારત સરકાર દ્વારા મંજૂરી મળી જશે.
Also read : Budget 2025: Vande Bharat ટ્રેનથી લઈને બુલેટ ટ્રેનના કોરિડોર માટે શું થઈ ફાળવણી?
સ્ટારલિંક દૂરના વિસ્તારોમાં રેલવે પ્રોજેક્ટ્સ માટે ઉપયોગી થશેઃ અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ભારતમાં સ્ટારલિંકનું સ્વાગત કરીએ છીએ, દૂરના વિસ્તારોમાં રેલવે પ્રોજેક્ટ્સ માટે ઉપયોગી થશે’ હવે એ જોવાનું મહત્વનું રહેશે કે મસ્કની કંપનીને કેન્દ્ર તરફથી કામ કરવાની સત્તાવાર પરવાનગી ક્યારે મળે છે. કારક કે, સરકાર દ્વારા હજી સ્ટારલિંકને ભારતમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. કેન્દ્રની પરવાનગી મળતાની સાથે જ સ્ટારલિંક ભારતમાં પોતાના સેવાઓ શરૂ કરશે. ખાસ વાત તો એ છે કે, કેન્દ્રીય મંત્રીએ રેલ્વે પ્રોજેક્ટ્સ માટે સ્ટારલિંક ખુબ જ ઉપયોગી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
હવે આપણી પાસે બીજી SAT-G ટેકનોલોજી હશેઃ સુનિલ ભારતી મિત્તલ
ભારતી એન્ટરપ્રાઇઝિસના સ્થાપક અને ચેરમેન સુનિલ ભારતી મિત્તલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં, 4G, 5G અને 6G ની જેમ, હવે આપણી પાસે બીજી SAT-G ટેકનોલોજી હશે. જેના કારણે ઈન્ટેરનેટની દુનિયામાં ખુબ જ પ્રગતિ થઈ શકશે. એરટેલના મેનેજિંગ ડિરેક્ટર અને વાઇસ ચેરમેન ગોપાલ વિટ્ટલે કહ્યું કે, ભારતમાં સ્પેસએકસ્ સાથે કામ કરવા માટે એરટેલે એક મોટો કરાર કર્યો છે. જે આવનારી પેઢી માટે સેટેલાઇટ કનેક્ટિવિટી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. મૂળ વાત એ છે કે, અત્યારે કરારની દેશભરમાં ચર્ચાઓ શરૂ થઈ રહી છે.
Also read : લોનાવાલા-કર્જત ઘાટ પર ટ્રેનોની સ્પીડમાં થશે વધારો, જાણો મધ્ય રેલવેની યોજના?
ભારતમાં સ્ટારલિંકની સેવાઓ ક્યારે શરૂ થશે?
સ્ટારલિંક દ્વારા માત્ર એરટેલ સાથે જ કરાર નથી કરવામાં આવ્યો પરંતુ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો સાથે પણ કરાર કર્યો હોવાના જાહેરાત કરી છે. રિલાયન્સ જિયો ગ્રુપના ચેરમેન મૈથ્યૂ ઓમને આ કરાર બાબતે કહ્યું કે, સ્ટારલિંકને ભારતમાં લાવવા માટે સ્પેસએક્સ સાથેનો કરાર જિયોની પ્રતિબદ્ધતાને ભારતમાં વધાર મજબૂત કરશે. જેના કારણે દેશભરમાં હાઈ સ્પીડ ઈન્ટેરનેટ પહોંચી શકશે. હવે જોવાનું એ રહે છે કે, સરકાર દ્વારા ક્યારે મંજૂરી આપવામાં આવે છે? અને ક્યારે સ્ટારલિંક ભારતમાં પોતાની સેવાઓ શરૂ કરે છે?