Gujarat માં આજે 4 જિલ્લા રેડ એલર્ટ, અમદાવાદ સહિત 11 જિલ્લામાં ગરમ પવનો ફૂંકાવાની શક્યતા…

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)હોળી પૂર્વે જ ઉનાળાની આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે હવામાન વિભાગ દ્વારા ગરમીના પગલે રાજ્યના ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ સહિત 11 જિલ્લામાં હીટવેવની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
Also read : Ahmedabad માં વધતી ગરમી વચ્ચે કોર્પોરેશને હીટ એક્શન પ્લાન અમલ મૂક્યો
દક્ષિણ ગુજરાત અને વડોદરામાં યલો એલર્ટ
હવામાન વિભાગે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદ, રાજકોટ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.તેમજ જૂનાગઢ, અમરેલી, બોટાદ અને ભાવનગર અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્જ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
Also read : નવો પાસપોર્ટ કઢાવવો છે? પહેલા વાંચી લો આ સમાચાર નહીંતર…
રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું
હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં 32 ડિગ્રીથી લઈને 42.1 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ઓખા, વેરાવળમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.