Pakistan Train Hijack:બલૂચ લિબરેશન આર્મીના આતંકવાદીઓ માર્યા ગયા, બંધકોને બહાર નિકાળવાની કામગીરી શરૂ

નવી દિલ્હી : બલૂચ લિબરેશન આર્મી (BLA)એ મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં(Pakistan Train Hijack)જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યું હતું. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ અનુસાર પાકિસ્તાની સુરક્ષા દળોએ ટ્રેનમાં હાજર તમામ બલૂચ લિબરેશન આર્મીના આતંકવાદીઓનો ખાતમો બોલાવી દીધો છે. જ્યારે હવે બંધકોને બહાર નિકાળવાની કામ હવે ચાલી રહ્યું છે.
ટ્રેનના 9 કોચમાં લગભગ 450 મુસાફરો હતા
જાફર એક્સપ્રેસ ટ્રેન ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી. ત્યારે હુમલાખોરોએ વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ટ્રેનને પાટા પરથી ઉતારી દીધી અને તેના પર કબજો કરી લીધો. ટ્રેનના 9 કોચમાં લગભગ 450 મુસાફરો હતા. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં બંધકોને બચાવ્યા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. બચાવેલા નાગરિકોનો આતંકવાદીઓ દ્વારા માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
આપણ વાંચો: Pakistan Train Hijack: સેનાએ 104 બંધકોને છોડાવ્યા, 30 સૈનિકોના મોત…
બધા આતંકવાદીઓ માર્યા ગયા
આ ઘટનામાં કેટલા મુસાફરોના મોત થયા છે તે જાણવાની કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે સ્થળ પર હાજર બધા આતંકવાદીઓ માર્યા ગયા છે. BLA આત્મઘાતી બોમ્બરોએ ત્રણ અલગ અલગ સ્થળોએ મહિલાઓ અને બાળકોને બંધક બનાવ્યા હતા.
આપણ વાંચો: હમ નહીં સુધરેંગેઃ પાકિસ્તાનમાં ટ્રેન ‘હાઈજેક’ માટે ભારતનો હાથ હોવાનો શરીફના સલાહકારનો દાવો
પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 70 થી 80 આતંકવાદીઓ સામેલ હતા. સંયુક્ત રાષ્ટ્રએ બલુચિસ્તાનમાં ક્વેટા-પેશાવર પેસેન્જર ટ્રેન પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી. યુએનના વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકો પર હુમલા અસ્વીકાર્ય છે.
આ પહેલી વાર છે જ્યારે BLA અથવા કોઈપણ આતંકવાદી જૂથે બલુચિસ્તાન પ્રાંતમાં પેસેન્જર ટ્રેનનું અપહરણ કર્યું હોય. જોકે ગયા વર્ષે તેમણે પ્રાંતના વિવિધ ભાગોમાં સુરક્ષા દળો, મથકો અને વિદેશીઓ પર હુમલાઓમાં વધારો કર્યો હતો. દોઢ મહિનાથી વધુ સમય સુધી સ્થગિત રહ્યા બાદ પાકિસ્તાન રેલ્વેએ ક્વેટાથી પેશાવર સુધીની ટ્રેન સેવાઓ ફરી શરૂ કરી હતી.