મહારાષ્ટ્ર

ક્રીમી લેયરની મર્યાદા વધારીને 15 લાખ કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ: અતુલ સાવે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્યના અન્ય પછાત વર્ગ કલ્યાણ ખાતાના પ્રધાન અતુલ સાવેએ બુધવારે વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે ક્રીમી લેયરની મર્યાદા વધારીને 15 લાખ રૂપિયા કરવાની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવી છે.
સભ્ય રાજેશ રાઠોડ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાનો જવાબ આપતી વખતે સાવે બોલી રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ ક્રીમી લેયરની શરત લાદવામાં આવી હોવાનું જણાવતા ઓબીસી બહુજન કલ્યાણ ખાતાના પ્રધાન સાવેએ જણાવ્યું હતું કે સરકાર વીજેએનટી સમુદાયના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આ માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. વ્યાજ પરત રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે.

આપણ વાંચો: Budget Day: વિધાનસભાની લોબીમાં ઉદ્ધવ અને શિંદે આમનસામને આવ્યા પણ…

ગ્રુપ લોન મર્યાદા વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી છે. તાંડવસ્તી સુધારણા યોજના હેઠળ 568 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. પોહરાદેવી મંદિરના વિકાસ માટે 326 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. જાતિ ચકાસણી પ્રમાણપત્રો અને જાતિ પ્રમાણપત્રો વહેલામાં વહેલી તકે આપવા અંગે જિલ્લા કલેક્ટરને સૂચનાઓ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ પ્રમોશનમાં અનામત બંધ છે.

સાવેએ એવી માહિતી આપી હતી કે રાજ્ય સરકારે આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી છે અને કોર્ટમાં મજબૂત રીતે સમાજનો પક્ષ રજૂ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button