હોળીનો તહેવાર આ 5 સદાબહાર ગીતો વિના સાવ ફિક્કો!, આજેય રાજ કરે છે લોકોના દિલમાં…

Holi Old Song: હોળી એટલે રંગો અને ગીતોનો તહેવાર. આ તહેવારમાં રંગોની સાથે સારા સારા પકવાનો અને ગીત-સંગીતનો પણ એટલો જ ક્રેજ જોવા મળે છે. સદાબહાર ગીતો વિના તો રંગોના તહેવારમાં મજા જ ના આવે! હોળીના તહેવારમાં ભોજપુરી ગીતો પણ ખૂબ જ પ્રખ્યાત છે, જોકે, હિંદી સિનેમા પણ તેમાં પાછળ નથી રહ્યુ! શું તમે જાણો છે એવી કઈ પહેલી બોલીવુડ ફિલ્મ હતી જેમાં હોળીના તહેવાના દ્રશ્યો જોવા મળ્યાં હોય? આમ તો અનેક ફિલ્મો બની છે જેમાં હોળી દ્રશ્યો અને ગીતો ખુબ જ પ્રચલિત થયાં છે. બોલીવુડના જૂના ગીતો અત્યારે પણ લોકોના દિલમાં રાજ કરે છે.
1940માં આવેલી ફિલ્મ ઔરત ફિલ્મમાં હતું પહેલું હોળીનું ગીત
ચાલો અમે તમને એવી ફિલ્મો અને ગીતોથી માહિતગાર કરીએ જેમાં હોળીના તહેવારને દર્શાવવામાં આવ્યો હોય અને હોળીના ગીતો ગાવામાં આવ્યાં હોય. વર્ષોથી બોલીવુડની ફિલ્મોમાં હોળીને લગતા ગીતે સાંભળવા મળે છે. આપણાં દાદા-દાદીના વખતના ગીતો પણ અત્યારે એટલા જ પ્રચલિત છે.
હોળી આવે એટલે લોકોના ઘરો પર સ્પીકરોમાં આ ગીતો મોટેથી વાગતા હોય છે. પહેલા રંગીન ફિલ્મો નહોતી. એટલે રંગોના તહેવારને સૌથી પહેલા બ્લેક અને વાઈટ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો હતો. ઇ.સ 1940માં એક ફિલ્મ આવી હતી, જેનું નામ ઔરત હતું. તે ફિલ્મથી હોળીના ગીતોની શરૂઆત કરવામાં આવી હતી. ‘આજ હોળી ખેલેંગે સાજન કે સંગ’ આ તે ગીતના શબ્દો હતાં. હોળીના તહેવાર પર પણ ગીત બનાવી શકાય તેવો સૌ પ્રથમ વિચાર મહબૂબ ખાનને આવ્યો હતો.
આ ગીતો પણ અત્યારે ખૂબ જ લોકપ્રિય છે
‘આજ હોળી ખેલેંગે સાજન કે સંગ’ ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ ગીતના ગાયકની વાત કરવામાં આવે તો, અનિલ બિસ્વાસ પોતાના મધૂર શ્વરમાં ‘આજ હોળી ખેલેંગે સાજન કે સંગ’ ગીત ગાયું હતું. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં એક બીજું પણ ગીત હતું. જે અનિલ બિશ્વાસ દ્વારા જ ગાવામાં આવ્યું હતું. જેમાં હોળીની વાત કરવામાં આવી છે. જેના શબ્દો છે ‘જમુના તટ પર હોળી ખેલતે શ્યામ’.
આપણ વાંચો: કેવો જોગાનુંજોગઃ રાજકપૂરની કારકિર્દીમાં જેમના ગીતોએ ચાર ચાંદ લગાવ્યા તેમની આજે ડેથ એનીવર્સરી
‘નવરંગ’ના મજાના ગીતો ભૂલી શકાય નહીં
‘ઔરત’ સિવાય બીજી ફિલ્મોની વાત કરવામાં આવે તો, 1959માં આવેલી ‘નવરંગ’માં પણ હોળીના ગીતો હતાં. જેમાં એક તો ‘અરે જા રે હટ નટખટ, ના છુ રે મેરા ઘૂંઘટ’ અત્યારના યુવાનો દ્વારા પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
એક વાત તો છે જે ગીતો વિના તો હોળી અધૂરી જ કહેવાય! રાજેશ ખન્નાની ફિલ્મોમાં પણ હોળીના ગીતો સંભળવા મળતાં હતાં. જેમાં ફિલ્મ કટી પતંગનું ગીત ‘આજ ના છોડેંગે’ ગીત ખૂબ જ હીટ થયું હતું. શહેરો કરતા ગામડાંમાં થતી હોળીમાં આ ગીતો લોકપ્રિય થયા હતા.
‘રંગ બરસે, ચુનર વાલી રંગ બરસે’ ગીત વિના હોળી અધૂરી
બોલીવુડ ફિલ્મ ‘સિલસિલા’નું એક ગીત જે અત્યારે સૌથી વધારે લોકપ્રિય છે, અને તેના શબ્દો મોટા ભાગના લોકોને કંઠસ્થ હોય છે. નામ છે ‘રંગ બરસે, ચુનર વાલી રંગ બરસે’. આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન, રેખા અને જયા બચ્ચન લીડ રોડમાં હતી. આ સિવાય ‘શોલે’માં પણ હોળીનું ગીત આવે છે.
આ ફિલ્મનું ગીત ‘હોલી કે દિન દિલ મિલ જાતે હૈ’ કોઈ કેવી રીતે ભૂલી શકે? આ ગીતની ગણના સદાબહાર ગીતોમાં થાય છે. પછી ‘નદિયા કે પાર’ ફિલ્મનું ‘જોગી જી હા… જોગી જી’ ગીત પણ અત્યારે ખૂબ જ લોકપ્રિય છે