બેંક નથી સાંભળી રહી તમારી ફરિયાદ? અહીંયા કરો ફરિયાદ…

આપણામાંથી ઘણા લોકોને એવી હેબિટ હશે કે આપણને બેંક સામે ફરિયાદ હોય છે પણ બેંક કે તેમના કર્મચારીઓ ધરાર આપણી ફરિયાદ સાંભળવા તૈયાર નથી હોતી. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમારી બેંક તમારી ફરિયાદ નથી સાંભળતી તો તમારે કોની પાસે અને કઈ રીતે કમ્પ્લેઈન કરવી જોઈએ એ જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ઘણી વખત આપણી સાથે એવું બને છે કે બેંકની કામ કરવાની પદ્ધતિ સામે કે પછી બીજા કોઈ કારણસર એની સામે ફરિયાદ હોય છે અને આપણે બેંકમાં એની ફરિયાદ પણ કરીએ છીએ પણ તેઓ તેની સામે કોઈ એક્શન નથી લેતા. આવી સ્થિતિમાં સવાલ થાય કે આખરે બેંકની ફરિયાદ કરવી તો કોને કરવી? તો તમારા સવાલનો જવાબ છે કે બેંક જો તમારી ફરિયાદ નથી સાંભળતી તો તમારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસે આની ફરિયાદ કરવી જોઈએ.
આપણ વાંચો: વિશ્વભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ડાઉન થવાની ફરિયાદો, યુઝર્સ અનુભવી રહ્યા છે મુશ્કેલી…
આરબીઆઈના લોકપાલ તમને આવા કેસમાં મદદ કરે છે. જો બેંક તમારી ફરિયાદનું નિવારણ 30 દિવસમાં કરવામાં નિષ્ફળ જાય તો તમારે આરબીઆઈના લોકપાલની મદદ લેવી જોઈએ. આવો કઈ રીતે ફરિયાદ કરી શકાય એ જાણીએ-
- આરબીઆઈની શિકાયત પ્રબંધન પ્રણાલી (CMS)ના પોર્ટલ પર જવું પડશે.
- અહીં તમે હોમપેજ પર ફરિયાદ નોંધાવોના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. ત્યાર બાદ તમે નામ, એડ્રેસ, બેંકનું નામ અને બ્રાન્ચ નાખીને ફોર્મ ફિલઅપ કરવું પડશે.
- હવે તમારે કેટલીક બીજી જરૂરી કોલમ જેમ કે તમારો કેસ પહેલાંથી લોકપાલ કે કોર્ટમાં પેન્ડિંગ તો નથી ને, તમે વકીલ નથી ને કે તમે બેંકના કર્મચારી તો નથી વગેરે વગેરે.
- ત્યાર બાદ તમામ જરૂરી દસ્તાવેજો જેમ કે ટ્રાન્ઝેક્શનના સ્ક્રીન શોટ્સ વગેરે અપલોડ કરીને તમારી કમ્પ્લેઈન લોન્ચ કરો.
- આ સિવાય તમે 14448 ટોલ ફ્રી નંબર પર જઈને ફરિયાદ કરી શકો છો.
- જો તમને ઓનલાઈન કમ્પ્લેઈન નથી લોન્ચ કરવી તો તમે ઓફલાઈન પત્ર લખીને પણ આની ફરિયાદ કકી શકો છો
- લોકપાલ સેવા તદ્દન નિઃશુલ્ક છે તમે તમારી કમ્પ્લેઈનને ઓનલાઈન પણ ટ્રેક કરી શકો છો.