યુએસ નેશનલ ઈન્ટેલિજન્સનાં ડાયરેક્ટર તુલસી ગબાર્ડ પણ ભારતની મુલાકાત કરશે…

India Visit: અમેરિકામાં નવી સરકાર બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત તરફનું વલણ આક્રમક રહ્યું છે. ખાસ કરીને ટેરિફ બાબતે અમેરિકાએ ભારતને મોટો ઝટકો આપ્યો છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે અમેરિકાની નવી સરકારના બે મોટા અધિકારીઓ થોડા સમયમાં ભારતની મુલાકાતે આવવાના છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએસ નેશનલ ઇન્ટેલિજન્સનાં ડાયરેક્ટર તુલસી ગબાર્ડ આવતા અઠવાડિયામાં ભારત આવશે. આ સિવાય અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ આ મહિનામાં ભારતના પ્રવાસે આવવાના છે.
Also read : Us Tariff War વચ્ચે ચીને લંબાવ્યો ભારત તરફ હાથ, કહી આ વાત
સોશિયલ મીડિયામાં તુલસી ગબાર્ડે આપી પ્રવાસની જાણકારી
મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએસ નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ એશિયાની યાત્રાએ આવી રહ્યાં છે. ભારત સાથે સાથે જાપાન અને થાઈલેન્ડની યાત્રાએ પણ જવાના છે. ગઈકાલે તુલસી ગબાર્ડે ખૂદ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તુલસી ગબાર્ડ ભારતની મુલાકાત પછી અમેરિકા જતી વખતે ફ્રાન્સની મુલાકાતે પણ જવાના છે. નેશનલ ઇન્ટેલિજન્સનાં ડાયરેક્ટર બન્યા પછી તુલસી ગબાર્ડ જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભાગ લીધો હતો.
તુલસી ગબાર્ડ નવી દિલ્હીમાં તેઓ રાયસીના સંવાદમાં ભાષણ આપશે
યુએસ નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડના ભારત પ્રવાસની વાત કરવામાં આવે તો, નવી દિલ્હીમાં તેઓ રાયસીના એક કાર્યક્રમમાં ભાગ લેશે, ત્યાં તેઓ મીડિયાને પણ સંબોધશે. મીડિયા સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જોનાથન પોવેલ અને કેનેડિયન સુરક્ષા ગુપ્તચર સેવા (CSIS)ના ડિરેક્ટર ડેનિયલ રોજર્સ પણ આ પરિષદમાં ભાગ લેશે. આ દરમિયાન સુરક્ષાને લગતા અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ શકે છે.
Also read : ટેરિફ વોરઃ અમેરિકાના 15 લાખ ઘરોમાં છવાઈ શકે છે અંધાર પટ, જાણો શું છે કારણ
માર્ચ મહિનાના અંતમાં જેડી વેન્સ ભારતના પ્રવાસે આવશે
મીડિયા રિપોર્ટ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પોતાના પત્ની સાથે ભારતના પ્રવાસે આવી રહ્યાં. જેડી વેન્સની આ બીજી વિદેશ યાત્રા છે. આ પહેલા તેઓ જર્મની અને ફ્રાન્સની યાત્રા કરી ચૂક્યાં છે. પોતાના પહેલી વિદેશ યાત્રા દરમિયાન જર્મનીમાં મ્યૂનિક સુરક્ષા પરિષદમાં તેમણે આક્રમક ભાષણ આપ્યું જેમાં ગેરકાયદે થતાં સ્થળાંતરનો સામનો કરવા, ધાર્મિક સ્વતંત્રતાને અવગણવા અને ચૂંટણીઓ ઉથલાવી દેવા બદલ યુરોપિયન સરકારોની ટીકા કરીઓ કરી હતી. તેમના આ ભાષણની ખૂબ ચર્ચાઓ પણ થઈ હતી.