Happy Birthday: આ ભારતીય સિંગરના નામે અમેરિકામાં ઉજવાય છે ખાસ દિવસ…

પોતાના અવાજથી લાખો લોકોને મંત્રમુગ્ધ કરનાર બોલીવૂડની સૂરીલી ગાયિકા કે જે આજની આપણી બર્થડે ગર્લ પણ છે એની ફેનફોલોઈંગ એકદમ તગડી છે. ભારત જ નહીં વિદેશમાં પણ તેમના પ્રશંસકો છે અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ બર્થડે ગર્લના નામ પર અમેરિકામાં ખાસ દિવસ ડેડીકેટ કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ કોણ છે આ બર્થડે ગર્લ અને ક્યાં તેના નામનો સ્પેશિયલ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે.
Also read : 44 વર્ષીય એક્ટ્રેસે સાઈડકટ આઉટફિટમાં આપ્યા એવા સિઝલિંગ પોઝ કે…

અમે અહીં જે સિંગરની વાત કરી રહ્યા છીએ એ છે શ્રેયા ઘોષાલ. શ્રેયા ઘોષાલનો આજે 41મો બર્થડે છે અને તેની જબરી ફેનફોલોઈંગ છે. દેશ જ નહીં પણ દુનિયામાં પણ તેમનો ચાહકવર્ગ છે અને એની સાબિતી એ વાત પરથી જ મળે છે કે દુનિયાના એક દેશમાં તેના નામનો સ્પેશિયલ ડે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. આઈ નો આઈ નો તમને હવે એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે આખરે કયા દેશમાં શ્રેયા ઘોષાલ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. ચાલો તમને આ પાછળની સ્ટોરી જણાવીએ…
બોલીવૂડની કોયલ જેવા મીઠા મધુરા અવાજની સામ્રાજ્ઞી શ્રેયા ઘોષાલ 12મી માર્ચના પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે તમને જણાવીએ કે આખરે અમેરિકામાં કેમ 26મી જૂનના રોજ અમેરિકામાં શ્રેયા ઘોષલ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ પાછળની સ્ટોરી એવી છે કે જ્યારે 2010માં શ્રેયા અમેરિકાના ઓહિયો ગઈ હતી અને ત્યારે તેની કલાથી પ્રભાવિત થયેલાં તત્કાલિન ગવર્નર ટેડ સ્ટ્રિકલેન્ડે 26મી જૂનના શ્રેયા ઘોષલે ડે સેલિબ્રેટ કરવાની જાહેરાત કરી હતી.
વાત કરીએ શ્રેયા ઘોષાલના કરિયરની તો શ્રેયાને 16 વર્ષની ઉંમરમાં જ બોલીવૂડની ફિલ્મોમાં પહેલો બ્રેક મળ્યો હતો. પહેલી વખત ફિલ્મ દેવદાસમાં પોતાના અવાજથી શ્રેયાએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ફિલ્મમાં શ્રેયાએ કુલ પાંચ ગીત ગાયા હતા અને કહેવાની જરૂર નથી કે આ પાંચેય ગીત સુપરહિટ રહ્યા હતા.

અન્ય સેલિબ્રિટીઓની જેમ જ શ્રેયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ત્યાં તેના લાખો-કરોડોમાં ફોલોવર્સ છે. છ વર્ષની ઉંમરથી ગાયિકી તરફ વળેલી શ્રેયાએ 16 વર્ષની ઉંમરે જ એક સિંગિંગ રિયાલિટી શો જિત્યો હતો. બોલીવૂડ સહિત વિવિધ ભાષાઓમાં શ્રેયાએ સેંકડો ગીતો ગાય છે.
Also read : Sara Tendulkar નાં લુકથી સોશિયલ મીડિયા પર મચી ધૂમ; સર્ફિંગ દરમિયાન…
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જન્મેલી શ્રેયા ઘોષાલે પોતાના સુમધુર અવાજથી અનેક જાણીતા એવોર્ડ પોતાના નામે કર્યા છે અને હાલમાં સિંગિંગ રિયાલિટી ટીવી શો ઈન્ડિયન આયડોલમાં જજ તરીકે જોવા મળી રહી છે. આ શોમાં વિશાલ દદલાની અને રેપર બાદશાહ પણ જજ છે.