મનોરંજન

અમિતાભની એ અભિનેત્રીની કરી હતી હત્યા, સાઉથના એક્ટર પર મર્ડરનો આરોપ!

Soundarya Murder Mystery: સાઉથ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી સૌંદર્યાનું આજથી 22 વર્ષ પહેલા વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. આ કેસમાં 22 વર્ષ પછી ફરી નવો વળાંક આવ્યો છે. સૌંદર્યાના મોતને લઈને તેલુગુ સિનેમાના પ્રસિદ્ધ અભિનેતા મોહન બાબુ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મોહન બાબુ વિમાન દુર્ઘટના પાછળ તે જવાબદાર હોવાનો આરોપ લાગ્યો છે. ખમ્મમ જિલ્લાના સત્યનારાયણપુરમ ગામમાં રહેતા સામાજિક કાર્યકર્તાએ આ કેસમાં ફરી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે. આ સામાજિક કાર્યકર્તાએ આરોપ લગાવ્યો છે કે, મોહન બાબુએ તેમને પણ ધમકી આપી હતી જેથી પોલીસ પાસે પોતાની સુરક્ષા માટે માંગણી કરી છે.

Also read : જ્યારે Aamir Khan સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે કિરણ રાવના પરિવારને બીક લાગી હતી…

સૌંદર્યાનું 2004 માં એક વિમાન દુર્ઘટનામાં થયું હતું મોત

ઘટનાની વાત કરવામાં આવે તો, સાઉથ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી સૌંદર્યાનું તારીખ 17 એપ્રિલ 2004 માં એક વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. આ જ દુર્ઘટનામાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી YS રાજશેખર રેડ્ડીને પણ મોત થયું હતું. આ દુર્ઘટના મામલે સામાજિક કાર્યકર્તાએ પત્ર લખ્યો છે કે, મોહન બાબુએ સૌંદર્યાને શમશાબાદના જલ્લેપલ્લીમાં આવેલા 6 એકરના ગેસ્ટ હાઉસને વેચી દેવા માટે દબાણ કર્યું હતું. પરંતુ સૌંદર્યાના ભાઈ અમરનાથે ગેસ્ટ હાઉસ વેચવાની ના પાડી દીધી હતી. સૌંદર્યા દુર્ઘટના વખતે ગર્ભવતી હતી એવું પણ અનુમાન છે. જેથી આ કેસમાં ફરી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ગેસ્ટ હાઉસને વેચવા માટે મોહન બાબુએ દબાણ કર્યુ હોવાનો આરોપ

સૌંદર્યાએ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ સૂર્યવંશમમાં કામ કર્યું હતું. સૂર્યવંશમ ફિલ્મને હજી પણ એટલી જ પસંદ કરવામાં આવી રહીં છે. કેસની વાત કરવામાં આવે તો સામાજિક કાર્યકર્તાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, અભિનેતા મોહન બાબુ જલ્લેપલ્લી ગેસ્ટ હાઉસનો ઉપયોગ કરતાં હતાં. જેથી મોહન બાબુ સામે કાર્યવાહી થાય તેવી માંગણી કરી છે. આ સાથે સાથે ગેસ્ટ હાઉસનો કબ્જો પરત લેવા માટે પણ સરકારને વિનંતી કરી છે.

Also read : પેરિસ ફેશન વીકમાં પેરિસ જેક્સને ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરતા ટીકાકારોએ વરસાવ્યો વરસાદ

શું પોલીસ દ્વારા આ કેસને રિઓપન કરવામાં આવશે?

Ragalahari

આ કેસમાં 22 વર્ષ પછી તેલુગુ અભિનેતા મોહન બાબુ પર મોટો આરોપ લાગ્યો છે. જો કે, આટલો મોટો અને ગંભીર આરોપ હોવા છતાં પણ મોહન બાબુ તરફથી કોઈ પ્રતિક્રિયા કે નિવેદન આપવામાં આવ્યું નથી. હવે જોવાનું એ રહે છે કે, આ કેસમાં કેવી કાર્યવાહી કરવામાં આવે છે? શું પોલીસ આ કેસને રિઓપન કરશે? અભિનેતા મોહન બાબુ પર લાગેલા આરોપ પણ કેટલા સાચા છે તે મામલે પણ તપાસ થવી ખુબ જ જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button