ફિલ્મમાં નહી, પણ બોની કપૂરના જીવનમાં…શ્રીદેવીનું સ્થાન આ અભિનેત્રી લેશે?

ફિલ્મી એવોર્ડ્માં કઈ હસતિ કેવા કપડા પહેરીને આવી અને કેવી દેખાતી હતી તેની સાથે કોની સાથે આવી અને કોની સાથે બેઠી હતી તે પણ મહત્વનું હોય છે. તાજેતરમાં જયપુર ખાતે યોજાયેલા આઈફા એવોર્ડ્સમાં આવેલી બે હસતિઓનો (IIFA awards) આવો જ એક વીડિયો વાયરલ થયો છે.
Also read : પેરિસ ફેશન વીકમાં પેરિસ જેક્સને ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરતા ટીકાકારોએ વરસાવ્યો વરસાદ
બોલીવૂડની પહેલી ફીમેલ સુપરસ્ટાર શ્રીદેવીના પતિ અને ફિલ્મસર્જક બોનીકપૂર અને ગુજરાતી અભિનેત્રી કરિશ્મા તન્નાનો આ વીડિયો છે. બન્ને આઈફા એવોર્ડ્સમાં સાથે પહોંચ્યા તો ખરા પણ બોની કપૂરે કરિશ્માની કમર પર હાથ મૂકી તસવીરો ખેંચાવી અને કરિશ્મા સાથે ઑન કેમેરા ફ્લર્ટિંગ કરતા ઝડપાઈ ગયા.

બ્લેક કલરમાં ગાઉનમાં આવેલી કરિશ્માની કમર પર હાથ રાખી બોની કપૂરે કહ્યું કે ભઈ આમના ગ્લેમરને લીધે હું પણ સારો દેખાઈશ. આમ કહી તેમણે કરિશ્મા સાથે પોઝ આપ્યા, તેનો હાથ પકડતા પણ નજર આવ્યા. વજન ઓછું કરી, હેર સ્ટાઈલ બદલી ગ્રીન બ્લેઝરમાં આવેલા બોની કપૂર અને કરિશ્માને આ રીતે જોઈ સૌ કોઈ અટકળો લગાવવા લાગ્યા છે કે શ્રીદેવીનું સ્થાન શું કરિશ્મા તન્ના લેશે.
શ્રીદેવીની છેલ્લી ફિલ્મ મૉમ હતી. આ ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત બોની કપૂર કરી ચૂક્યા છે. મૉમ-2 નામે આ ફિલ્મ હશે ત્યારે અંગત જીવનમાં પણ જ્હાનવી કપૂર અને ખુશી કપૂરની મૉમ-2 કરિશ્મા બનશે કેમ તે અત્યારથી તો કહેવાય નહીં, પરંતુ નેટીઝન્સ આ રીતે આ કપલને જોઈ રહ્યું છે.
Also read : અભિનેત્રી મોનાલિસાનો જુઓ બેડરુમનો બોલ્ડ અંદાજ, સોશિયલ મીડિયા પર લગાવી આગ
જોકે સેલિબ્રિટીઝની પર્સનલ લાઈફ વિશે ગપશપ થતી રહેતી હોય છે. તેમના સંબંધો મૈત્રીપૂર્ણ હોય તો પણ લોકો અફેર કહી દેતા હોય છે. આથી બોની કપૂર કે કરિશ્માએ શું નક્કી કર્યું છે તે તેઓ જ્યારે ઓફિશિયલી કંઈ કહેશે ત્યારે જ ખબર પડશે.
દુબઈ ખાતે પારિવારિક લગ્ન પ્રસંગમાં શ્રીદેવીનું બાથ ટબમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાના સમાચારે દિવસો સુધી ખળભળાટ મચાવી દીધો હતો.