આપણું ગુજરાતટોપ ન્યૂઝ

નવો પાસપોર્ટ કઢાવવો છે? પહેલા વાંચી લો આ સમાચાર નહીંતર…

અમદાવાદઃ ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા જગજાહેર છે. વિદેશ જવા પાસપોર્ટ સૌથી મહત્ત્વનો પુરાવો છે. ગુજરાત સહિત દેશભરમાંથી ગુનેગારો ભારત છોડીને ભાગી ન જાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વ્યક્તિ વિરુદ્ધ નાનો-મોટો કોઈ ગુનો નોંધાયો હશે તો તેને નવો પાસપોર્ટ માત્ર એક વર્ષ માટે જ મળશે. આવા વ્યક્તિએ વિદેશ ફરવા જવું હશે તો પણ કોર્ટની મંજૂરી લેવી પડશે. ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને જો પાસપોર્ટ રિન્યુ કરાવવો હશે તો તેમાં પણ આ નિયમ લાગુ પડશે.

Also read : આ પુરાવા વગર નહીં બને Passport, સરકારે નિયમમાં કર્યો બદલાવ

ભૂતકાળમાં દેશમાં કરોડોનું કૌભાંડ આચરીને કે સંખ્યાબંધ ગુનાઓ કરીને લોકો ભારત છોડીને વિદેશ જતા રહેતા હતા. પરંતુ હવે આવું ન થાય અને ભારતમાં એક પણ નાનો-મોટો ગુનો કર્યો હોય તેવા વ્યક્તિને દેશની બહાર જતો અટકાવવા માટે કેન્દ્રએ પાસપોર્ટના કાયદામાં થોડો સુધારો કર્યો છે. ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવનારને નવો કે રિન્યુ પાસપોર્ટ માત્ર એક વર્ષની મર્યાદાનો જ મળી શકશે.

પાસપોર્ટ કઢાવવા માટે પણ કોર્ટની મંજૂરી લેવાની રહેશે. પાસપોર્ટનું કામ કરતાં પોલીસ કર્મચારીઓના કહેવા મુજબ, અત્યાર સુધી દરેક વ્યક્તિને 10 વર્ષનો પાસપોર્ટ મળતો હતો પરંતુ હવેથી નાના ગુનો પણ નોંધાયેલો હશે તો માત્ર એક જ વર્ષનો પાસપોર્ટ મળશે. પોલીસ સ્ટેશનથી આવતા અભિપ્રાયમાં પોલીસે જે તે વ્યક્તિના ગુનાનું વર્ગીકરણ દર્શાવવું પડશે. ગુનાહિત ઈતિહાસ ધરાવતાં વ્યક્તિએ પોસપોર્ટ માટે કોર્ટની મંજૂરી લેવી પડશે. પાસપોર્ટ કઢાવવા માટે કોર્ટમાં રૂ. 50 હજારથી બે લાખ ડિપોઝીટ પેટે જમા કરાવવા પડશે. કોર્ટની મંજૂરી બાદ પાસપોર્ટ મળ્યા પછી એક અઠવાડિયામાં કોર્ટમાં જમા કરાવવો પડશે. જે બાદ ડિપોઝિટ પાછી મળશે.

Also read : લલિત મોદી ‘ન ઘરનો ન ઘાટનો’ આ ટાપુ દેશે પણ નાગરિકતા રદ કરી

તાજેતરમાં પ્રકાશિત થયેલા 2025 હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, ભારતનો પાસપોર્ટ 80મા ક્રમે છે, જે અલ્જેરિયા, ઇક્વેટોરિયલ ગિની અને તાજિકિસ્તાન સાથેનું સ્થાન છે. કુલ 227 દેશોમાંથી 193 દેશોમાં પ્રવેશ સાથે સિંગાપોરનો પાસપોર્ટ પ્રથમ ક્રમે છે. ત્યારબાદ જાપાન અને દક્ષિણ કોરિયાના પાસપોર્ટ 190 દેશોમાં પ્રવેશ સાથે બીજા સ્થાને છે. જ્યારે ત્રીજા સ્થાને સાત દેશોના પાસપોર્ટ છે, જેમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઇટાલી અને સ્પેનનો સમાવેશ થાય છે, જેમને 189 દેશોમાં પ્રવેશની મંજૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button