ટોપ ન્યૂઝનેશનલ

હવે UPI ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ ચૂકવવો પડશે! બેંકોએ સરકારને આપ્યો આવો પ્રસ્તાવ…

મુંબઈ: વર્ષ 2016માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ(UPI) શરુ થયા બાદ દેશમાં ડીજીટલ પેમેન્ટ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. મોટા કોર્પોરેશનથી માંડીને નાના દુકાનદારો પાસે પણ UPI મારફતે પેમેન્ટ સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ હોય છે, જેને કારણે ગ્રાહકોને પણ પેમેન્ટ કરવામાં સરળતા થઇ રહી છે. હાલ UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ વસુલવામાં નથી આવતો. એવામાં સરકાર UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફરીથી લાગુ કરવાનું વિચારી રહી છે.

Also read : પહેલી એપ્રિલથી UPIને લઈને બદલાઈ રહ્યા છે આ નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

હાલમાં UPI અને RuPay ડેબિટ કાર્ડ વડે થતા ટ્રાન્ઝેક્શન પર બેંક કોઈ ચાર્જ વસુલતી નથી, પરંતુ બેંકો મોટા ઉદ્યોગો પાસેથી હવે ફી વસૂલવા માંગે છે. બેંકોએ આ અંગેનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. જોકે, નાના વેપારીઓ માટે UPI પહેલાની જેમ મફત જ રહેશે. સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.

બેંકોનો પ્રસ્તાવ:
બેંકિંગ ઉદ્યોગ દ્વારા સરકારને મોકલવામાં આવેલા પ્રસ્તાવ મુજબ વાર્ષિક 40 લાખ રૂપિયા કે તેથી વધુ વેચાણ ધરાવતા ઉદ્યોગો પાસેથી MDR વસૂલવામાં આવે. બેંકો અને પેમેન્ટ કંપનીઓ દલીલ કરી છે, જ્યારે મોટા વેપારીઓ પહેલાથી જ વિઝા, માસ્ટરકાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર વેપારી ફી ચૂકવી રહ્યા છે, તો તે UPI અને RuPay કાર્ડ પર પણ ફી વસૂલવી જોઈએ.

બેંકોની દલીલ:
બેંકોના પ્રસ્તાવ મુજબ, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો માટે ભારત સરકારે 2022 ના બજેટમાં MDR નાબૂદ કર્યો હતો, પરંતુ હવે UPI સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પેમેન્ટ ટૂલ બની ગયું છે, તેથી હવે આ સુવિધાનો ખર્ચ ઉઠાવવાને બદલે, મોટા વેપારીઓ પાસેથી ફી વસૂલ કરી શકાય છે.

આ મુજબ, સરકાર એક ટીયર સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે, જે મુજબ મોટા વેપારીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવશે, જ્યારે નાના વેપારીઓને છૂટ આપવામાં આવશે અથવા ઓછી ફી લાગવવામાં આવશે.

Also read : સાવધાન ! એક જ કોલમાં બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી, UPI એ આપી ચેતવણી

સામાન્ય લોકોને આ રીતે અસર થઇ શકે છે:
હાલમાં પણ, કાર્ડ દ્વારા કરવામાં આવતા પેમેન્ટ પર મોટા વેપારીઓ પાસેથી ક્રેડિટ એક ટકા સુધી MDR વસૂલ કરવામાં આવે છે. કેટલાક વેપારીઓ આ ફી ગ્રાહક પર થોપે છે. જ્યારે ગ્રાહક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી પેમેન્ટ કરે ત્યારે તેમની પાસેથી 1.5 થી 2 ટકા ટ્રાન્ઝેક્શન ફી વસુલવામાં આવે છે. હવે જો UPI પર MDR લાગશે તો ગ્રાહકો પાસેથી ટ્રાન્ઝેક્શન ફી ફી વસૂલવામાં આવી શકે છે, જેને કારણે સામાન્ય ગ્રાહકના ખિસ્સાને અસર થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button