નેશનલ

કોણ છે દર્શન હિરાનંદાની, જેણે કર્યો TMC સાંસદ મહુઆના જુઠ્ઠાણાનો પર્દાફાશ

નવી દિલ્હીઃ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને સંડોવતા કેશ ફોર ક્વેરી વિવાદમાં બિઝનેસમેન દર્શન હિરાનંદાની સરકારી સાક્ષી બન્યા છે. હિરાનંદાનીએ ગુરુવારે કહ્યું હતું કે તેમણે અદાણી જૂથ વિશે સંસદમાં પ્રશ્નો ઉઠાવવા માટે TMC સાંસદને પૈસા આપ્યા હતા. અહીં તમને એ સવાલ થવો સ્વાભાવિક છે કે દર્શન હિરાનંદાની કોણ છે.

તો જાણી લો કે રિયલ એસ્ટેટની દુનિયામાં મોટું નામ ગણાતા હિરાનંદાની ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) દર્શન હિરાનંદાની છે. હિરાનંદાની ગ્રુપની સ્થાપના દર્શનના પિતા નિરંજન હિરાનંદાની અને કાકા સુરેન્દ્ર હિરાનંદાની દ્વારા કરવામાં આવી હતી. તે રિયલ એસ્ટેટ અને બાંધકામ પ્રોજેક્ટ્સમાં સામેલ છે. દર્શને રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ન્યૂયોર્કમાંથી MBA અને BS કર્યું છે.

તેમણે Tez પ્લેટફોર્મ, Yotta Infrastructure Solutions અને Greenbase – Industrial and Logistics Park ની સ્થાપના કરી છે. હિરાનંદાની ગ્રૂપના રિયલ એસ્ટેટ બિઝનેસને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા અને ડેટાસેન્ટર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઊર્જા અને ઔદ્યોગિક સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ જેવા ઊભરતાં ક્ષેત્રોમાં વૈવિધ્યીકરણ કરવાનો શ્રેય દર્શન હિરાનંદાનીને જાય છે.

દર્શન હિરાનંદાનીએ જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને નિશાન બનાવ્યા હતા. મોઇત્રાનો ઈરાદો વડાપ્રધાનને બદનામ કરવાનો હતો કારણ કે મોદીની પ્રતિષ્ઠાને કારણે વિપક્ષી પાર્ટીઓને તેમના પર હુમલો કરવાની તક મળતી નથી. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે હિરાનંદાની જૂથે અદાણી જૂથ વિશે સંસદમાં પ્રશ્નો ઉઠાવવા માટે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને કથિત રીતે ચૂકવણી કરી હતી.


આ અઠવાડિયાની શરૂઆતમાં, બીજેપી સાંસદ નિશિકાંત દુબે અને મહુઆ મોઇત્રાના છૂટા પડી ગયેલા પાર્ટનર અને વકીલ જય અનંત દેહાદરાયે આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ સંસદમાં પ્રશ્નો ઉઠાવવા માટે હિરાનંદાનીની મદદ લીધી હતી. આના પર મહુઆ મોઇત્રાએ તેમની સામે દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નિશિકાંત દુબેની ફરિયાદ સંસદની એથિક્સ કમિટીને મોકલી છે.


દર્શન હિરાનંદાનીએ કહ્યું હતું કે વર્ષ 2017માં ‘બંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટ’માં તેઓ મહુઆ મોઇત્રાને મળ્યા હતા અને તે ધીરે ધીરે તેમની ‘નિકટ અંગત મિત્ર’ બની ગઈ હતી. મહુઆ ખૂબ જ મહત્વાકાંક્ષી હતી અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ બનાવવા માગતી હતી. ‘તેને (મહુઆ)ને તેના મિત્રો અને સલાહકારોએ સૌથી ટૂંકો રસ્તો અપનાવવાની સલાહ આપી હતી કે તે વડાપ્રધાન મોદી પર વ્યક્તિગત હુમલો કરીને ખ્યાતિ મેળવી શકે છે.


જોકે, પીએમ મોદીના કોઇ અવગુણ કાઢવા અશક્ય છે. તેઓ નીતિ, શાસન અથવા વ્યક્તિગત આચરણ પર તેમના પર હુમલો કરવાની કોઈને તક આપતા નથી. પીએમ મોદી પર હુમલો કરવાનો એકમાત્ર રસ્તો ગૌતમ અદાણી અને તેના જૂથ પર હુમલો કરવાનો છે કારણ કે બંને સમકાલીન છે અને તેઓ બંને ગુજરાતના છે.’ તેમને એ હકીકતથી મદદ મળી હતી કે અદાણીએ બિઝનેસ, રાજકારણ અને મીડિયાના કેટલાક વિભાગોમાં ઈર્ષ્યા અને ટીકાકારો જનમાવ્યા હતા. તેથી મહુઆ અદાણીને નિશાન બનાવીને વડાપ્રધાનને બદનામ કરવા માગતી હતી.

મહુઆએ તેનું વ્યક્તિગત ઇમેલ આઇડી દર્શન સાથે શેર કર્યું હતું, જેથી દર્શન તેને માહિતી મોકલી શકે. અદાણી ગ્રૂપને લગતા પ્રશ્નોના પ્રથમ સેટમાં મળેલા પ્રતિસાદથી મોઇત્રા ખુશ હતી અને તેણે અદાણી ગ્રૂપ પરના હુમલામાં દર્શનનો સહયોગ ચાલુ રાખવા માટે ‘વિનંતી’ કરી હતી. મહુઆ મોઇત્રાએ ‘મોંઘી લક્ઝરી, દિલ્હીમાં તેના સત્તાવાર રીતે ફાળવવામાં આવેલા બંગલાના રિનોવેશનમાં મદદ, મુસાફરી ખર્ચ, રજાઓ અને દેશ અને વિશ્વના વિવિધ સ્થળોની મુલાકાતો માટે સહાય’ માટે દર્શન પાસે સતત માંગણીઓ કરી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત