ન્યૂ ઇન્ડિયા બૅંકમાં 122 કરોડની ઉચાપત: હિતેશ મહેતા પર પોલીગ્રાફ ટેસ્ટ કરાઇ…

મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસની તપાસ કરી રહેલી આર્થિક ગુના શાખાએ ધરપકડ કરેલા બૅંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર અને અકાઉન્ટ હૅડ હિતેશ મહેતા પર આજે પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી હતી.
Also read : ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકની તપાસમાં આવી ચોંકાવનારી બાબત: સૅફમાં જગ્યા 10 કરોડની, દાખવી કૅશ 122 કરોડ
પોલીસની આર્થિક ગુના શાખાની ટીમ ટૂંક સમયમાં રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના અધિકારીઓને મળશે, જેથી એ માહિતી મેળવી શકાય કે સેન્ટ્રલ બૅંકે 12 ફેબ્રુઆરીના રોજ શા માટે નિરીક્ષણ કર્યું, જેમાં વિસંગતિઓ બહાર આવી હતી. એ પહેલા કેમ નહીં?
પોલીગ્રાફ ટેસ્ટને લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવામાં આવે છે, જે મંગળવારે બપોરે હિતેશ મહેતા પર કાલિના ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)માં કરવામાં આવી હતી.
Also read : મહારાષ્ટ્ર બજેટ 2025: કરવેરા આવકનો લક્ષ્યાંક ₹3.87 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો, માફી યોજનાની જાહેરાત…
છેલ્લાં કેટલાંક વર્ષમાં હિતેશ મહેતા પહેલો આરોપી છે, જેના પર પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી છે. આ ટેસ્ટ ત્રણ કલાક ચાલી હતી જેમાં મહેતાને પચાસ પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા. હિતેશ મહેતા આ કેસનો મુખ્ય આરોપી છે.
પોલીસ અધિકારીઓએ પ્રશ્ર્નાવલી તૈયાર કરી હતી અને ફોરેન્સિક ફિઝિયોલોજી નિષ્ણાતો દ્વારા મહેતાને આ પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા.
આ ટેસ્ટનો રિપોર્ટ 17 માર્ચના રોજ આવી શકે છે અને તેને પોલીસમાં રજૂ કરવામાં આવશે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આર્થિક ગુના શાખા આ કેસમાં ચાર વોન્ટેડ આરોપીની શોધ ચલાવી રહી છે. આમાં બૅંકના ભૂતપૂર્વ ચેરમેન હિરેન ભાનુ અને તેની પત્ની ગૌરી અગાઉ દેશ છોડીને ભાગી ગયાં છે. આ કેસમાં અત્યાર સુધી ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. (પીટીઆઇ)