ચેમ્પિયન્સ ટ્રોફી એવોર્ડ સેરમની વિવાદ મુદ્દે પીસીબીએ આઇસીસીને ફરિયાદ કરી

કરાંચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીના સમાપન સમારોહ માટે સ્ટેજ પર તેમના પ્રતિનિધિ ન હોવાના મુદ્દે હજુ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ તરફથી ‘સત્તાવાર સ્પષ્ટતા’ની રાહ જોઈ રહ્યું છે. નોંધનીય છે કે ભારતે રવિવારે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ જીતી લીધી હતી.
પીસીબીના એક અધિકારીએ આજે કહ્યું હતું કે, “અમે આઇસીસીમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે, કારણ કે જે થયું તે અમને અસ્વીકાર્ય છે. પીસીબીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) અને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ ડિરેક્ટર સુમૈર અહેમદને ફાઈનલ મેચની એવોર્ડ સેરેમનીમાં સ્ટેજ પર બોલાવવામાં ન આવ્યા ત્યારે વિવાદ શરૂ થયો હતો.
આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દુનિયાને બતાવી દેવા માગે છે કે…
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ રોજર બિન્નીએ ભારતીય ખેલાડીઓને વ્હાઇટ બ્લેઝર અને મેચ અધિકારીઓને મેડલ અર્પણ કર્યા જ્યારે આઇસીસી પ્રમુખ જય શાહે કેપ્ટન રોહિત શર્માને ટ્રોફી આપી અને વિજેતાઓને મેડલ આપ્યા હતા. બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયા અને ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટના સીઈઓ રોજર ટ્વોઝ પણ મંચ પર હાજર હતા.
પીસીબીના અધિકારીએ કહ્યું હતું કે, “ફાઇનલ મેચ પછી એવોર્ડ સેરેમની માટે સ્ટેજ પર અમારા સીઓઓ અને ટૂર્નામેન્ટ ડાયરેક્ટરને ન બોલાવવા પાછળના જે કારણો બતાવવામાં આવી રહ્યા છે તે અમારા માટે કોઇ માન્ય રાખતા નથી. અમે ઔપચારિક સ્પષ્ટતા અથવા માફીની રાહ જોઈ રહ્યા છીએ.અમે યજમાન દેશ તરીકે પાકિસ્તાનની ભૂમિકા માટે આ સ્પષ્ટ અવગણનાથી આઘાત અનુભવીએ છીએ.
આપણ વાંચો: છેવટે ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઝૂકવું જ પડ્યું
તેમણે કહ્યું હતું કે પીસીબીએ એવોર્ડ સમારોહ માટે સુમૈર અહેમદની દુબઈમાં હાજરી અંગે આઈસીસીને પહેલેથી જ જાણ કરી દીધી હતી અને તે ભારતની જીત બાદ જય શાહ અને બીસીસીઆઈના કેટલાક અધિકારીઓને પણ મળ્યા હતા અને તેમને અભિનંદન આપ્યા હતા.
અધિકારીએ કહ્યું, “તે સ્પષ્ટ કરવું સંપૂર્ણપણે અતાર્કિક છે કે આઇસીસી ફંક્શનમાં ફક્ત સીઇઓ, પ્રમુખ, ઉપ-પ્રમુખ અથવા સચિવોને આમંત્રણ આપે છે. અમે સંપૂર્ણ જાહેર ખુલાસો અને ખાતરી માંગીએ છીએ કે આ પ્રકારનું ભેદભાવપૂર્ણ અને અન્યાયી વર્તન ફરીથી થશે નહીં અથવા અમે આ મુદ્દો ગવર્નિંગ બોર્ડ સમક્ષ ઉઠાવીશું”