મનોરંજન

નદિયોં કે પાર સાથે છે ચિકની ચમેલીનું ખાસ કનેક્શન, ખુદ જ્હાન્વી કપૂરે જણાવ્યું કારણ…

બોલીવૂડમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં અનેક નવા ચહેરાઓ લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાંથી અનેક એક્ટર્સ એક્ટ્રેસ આજે ખૂબ જ સફળ પણ થઈ ગયા છે. આવી જ એક એક્ટ્રેસ છે જ્હાન્વી કપૂર. જ્હાન્વી કપૂરે 2018માં ફિલ્મ ધડકથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. એ સમયે તે 20 વર્ષની હતી.

પોતાના ફિલ્મી કરિયરમાં જ્હાન્વીએ અલગ અલગ ઝોનરની ફિલ્મો કરી છે અને જ્હાન્વીએ કોમેડી હોરર ફિલ્મોમાં કામ કર્યું છે, જે 2021માં રિલીઝ થઈ હતી. અમે વાત કરી રહ્યા છીએ રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ રુહીની.

ચાર વર્ષ પહેલાં આવેલી આ ફિલ્મમાં જ્હાન્વીએ એક્ટિંગથી બધાને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મના જ આઈટમ સોન્ગ નદિયોં કે પારની ખૂબ જ ચર્ચા થઈ હતી. હવે આ ગીતને લઈને જ્હાન્વી કપૂરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું છે આ ખુલાસો…

આપણ વાંચો: જ્હાન્વી કપૂરની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ

જ્હાન્વી કપૂરે હાલમાં જ રૂહીના ચાર વર્ષ પૂરા થતાં જ એક પોસ્ટ શેર કરી હતી અને તેમાં તેણે ગીત નદિયોં કે પારનો પોતાનો લૂક પણ શેર કર્યો હતો. આ ફોટોની કેપ્શનમાં જ્હાન્વીએ આ ગીતની શૂટિંગ સમયે તેમને પડેલી સ્ટ્રગલની વાત કરી હતી અને એટલું જ નહીં તેણે આ ગીતને લઈને એક ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ ગીતનું કેટરિના કૈફ સાથે પણ સંબંધ છે.

જ્હાન્વી કપૂરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે રૂહીના ચાર વર્ષ અને મારું પહેલું સોલો ડાન્સ નંબર. હું એકદમ બાળકી હતી. આ ગીતને લઈને હું ખૂબ જ નર્વસ હતી. મને એ વાતનો પણ ખ્યાલ નહોતો કે આટલી વધારે લાઈટમાં હું મારી આંખને કઈ રીતે ખૂલી રાખું. ગુડ લક જેરીની શૂટિંગ વચ્ચે ત્રણ દિવસ સુધી રિહર્સલ કર્યું. સવારે પેકઅપ કરીને ફ્લાઈટ પકડીને નદિયોં કે પારની શૂટિંગ કરી. ઊંઘ્યા વિના સાત કલાકમાં ગીતનું શૂટિંગ પૂરું કર્યું.

પોતાની પોસ્ટમાં આગળ જ્હાન્વીએ જણાવ્યું હતું કે ફન ફેક્ટ તો એ છે કે એક ડેસપરેટ કોલ બાદ આ આઉટફિટ માત્ર એક જ દિવસમાં તૈયાર કરવામાં આવ્યો હતો. હેયર, મેકઅપ, ડાન્સ અને ત્યાં સુધી કે વોર્ડરોબની ઈન્સપરેશન આઈકોનિક કેટરિના કૈફ છે. જ્હાન્વીની આ પોસ્ટ પર યુઝર્સ એકદમ જમકર કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ જ્હાન્વીના લૂકના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો નદિયોં કે પારને યાદ કરીને તેની ડાન્સિંગ સ્કિલના વખાણ કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button