આપણું ગુજરાત

કચ્છમાં કભી ધૂપ તો કભી છાંવઃ દિવસ અને રાતના તાપમાનમાં ૮થી ૧૨ ડિગ્રીનો તફાવત

એક તરફ બંગાળની ખાડીમાં ઉભી થઇ રહેલી મૌસમી પ્રણાલીને પગલે બિપરજોય જેવાં જ વધુ એક શક્તિશાળી વાવાઝોડાની આશંકા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે બીજી તરફ ઉત્તર ભારતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં મિશ્ર વાતાવરણની આણ બરકરાર રહેવા પામી છે.

વહેલી સવારે ૨૨થી ૨૪ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડીના ચમકારા બાદ દિવસ ચઢતાની સાથે જ મહત્તમ તાપમાનનો આંક ૩૬થી ૩૮ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચે ચઢી જતા ચૈત્રી ગરમી જેવો અહેસાસ નવરાત્રી પર્વના દિવસોમાં થઇ રહ્યો છે. રાત્રિથી વહેલી સવાર દરમ્યાન પડી રહેલી ગુલાબી ઠંડી લોકોને પંખા ધીમા કરવા મજબુર કરી રહી છે, માર્ગો રાત્રી દરમ્યાન થતી ઝાકળવર્ષાથી ભીના થઇ જાય છે જયારે દસ વાગ્યા બાદ સ્વચ્છ આકાશ સાથે મહત્તમ તાપમાનનો આંક ૩૭ ડિગ્રી સે.પર પહોંચી જતાં વાતાવરણ હૂંફાળું બની જાય છે.


ભુજમાં લઘુતમ ૨૪ અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેતા ૧૨ ડિગ્રીનો તફાવત રહ્યો હતો. વાતાવરણમાંથી ભેજ અદ્રશ્ય થતાં અને પવનો પણ મંદ પડી જતાં ગરમીની અનુભૂતિ ૪૦ ડિગ્રી સે.જેટલી થવા પામી રહી છે જે વિશ્વના ઇજિપ્ત, અલ્જેરિયા, સાઉદી અરેબિયા જેવા ગરમ પ્રદેશોની સમકક્ષ છે.


ભારે ગરમીના કારણે બપોરની પાળીમાં રહેલાં ભૂલકાંઓને ભારે હાલાકી પડી રહી છે અને સંખ્યાબંધ બાળકો બીમાર પડી રહ્યાં છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે પણ દિવસ-રાતના તાપમાનમાં ૮ ડિગ્રી જેટલો તફાવત રહેવાની સાથે અહીં પણ દિવસે ગરમી રાત્રે ગુલાબી ઠંડકનો તાલ સર્જાયો હતો. કંડલા બંદરમાં ૩૫ ડિગ્રી મહત્તમ તાપમાન રહેતાં આસપાસના ગાંધીધામ,અંજાર આદિપુરમાં આંશિક ગરમીની આણ યથાવત રહી હતી.

સૂર્યાસ્ત બાદ કચ્છના મોટા ભાગના મથકોમાં લઘુતમ તાપમાનનો આંક ૨૨થી ૨૫ ડિગ્રીની આસપાસ રહેતાં રાત્રે ઠંડી અનુભવાઈ રહી છે. હજુ કડકડતી ઠંડી પડવાને સમય બાકી હોઈ ગરમી ક્યાં સુધી સહન કરવી પડશે તેવું પણ લોકો કહી રહ્યા છે. હવામાન નિષ્ણાતોના મતે દિવસ-રાતના તાપમાનમાં અનુભવાઈ રહેલો તફાવત ધીરે ધીરે ઓછો થતો જાશે

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત