મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનાં આરોપી જયસુખ પટેલને કોર્ટે આપી મોટી રાહત…

મોરબી: 30 ઓકટોબર 2022માં સર્જાયેલી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોનાં મોત થયા હતા, જે અંગેનો મોરબી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં આરોપી જયસુખ પટેલને કોર્ટમાંથી એક મોટી રાહત આપવામાં આવી છે. કોર્ટમાંથી શરતી જામીન આપવામાં આવ્યા હતા અને મોરબી જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ હતો તે પ્રતિબંધ આજે હટાવી લેવામાં આવ્યો છે.
Also read : વેપારીઓના ફસાયેલા રૂપિયા પણ પોલીસ પરત અપાવશે, જાણો વિગત
10 આરોપી વિરુદ્ધ કેસ
પ્રાપ્ત વિગતો અનુસાર 30 ઓકટોબર, 2022ના રોજ મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટી પડતા 135 લોકોના કરૂણ મૃત્યુ થયા હતાં, જે કેસમાં મોરબી કોર્ટમાં તમામ 10 આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓને ઝડપી લીધા હતા આરોપીઓ ઝડપાયા બાદ જયસુખ પટેલે જામીન મેળવ્યા હતા શરતોને આધીન કોર્ટે જામીન અરજી મંજૂર કર્યાં હતા.
Also read : કૌભાંડની બૂ? મોરબીમાં PMJAY અંતર્ગત સૌથી વધુ ઓપરેશન કરનારી હોસ્પિટલ સામે તપાસના આદેશ
મોરબી જિલ્લામાં પ્રવેશની છૂટ મળી
મોરબી જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની શરત હતી. આજે કેસની મુદત હોવાથી આરોપી જયસુખ પટેલ દ્વારા વકીલ મારફત જામીનની શરત રદ કરવા અરજી કરી હતી અને આરોપી પક્ષની દલીલોને સાંભળી કોર્ટે જયસુખ પટેલને રાહત આપતા જામીનની શરત રદ કરી હતી. આથી હવે તેઓ મોરબી જિલ્લામાં પ્રવેશ કરી શકશે તેમજ કેસની વધુ સુનાવણી 15 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવી છે.